Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદ જિલ્લામાં રોગચાળો વકર્યો, પ્રા. આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓની ભીડ

-શરદી, ખાંસી, તાવની વ્યાપક ફરિયાદો

-ખાનગી દવાખાનાઓમાં આ કેસોની સંખ્યા ૫૦૦થી પણ વધુ હોવાની શક્યતા

અમદાવાદ,તા.12 ઓગસ્ટ 2017, શનિવાર

અમદાવાદ જિલ્લામાં મલેરીયા સહિતના વિવિધ રોગચાળાએ માથું ઉચક્યું છે. જિલ્લા પંચાયતનું મલેરિયા ખાતુ અત્યાર સુધીમાં મલેરીયાના ફક્ત ૯૦ જ કેસ ચોપડે નોંધાયા હોવાનો દાવો કરી રહ્યું છે. પરંતુ સરકારી દવાખાને ન જતા હોય અને ખાનગી દવાખાનાઓમાં સરવાર લઇ રહ્યા હોય તેવા મલેરીયા સહિતના વિવિધ રોગોના કેસો ૫૦૦થી પણ વધુ હોવાનો અંદાજ સેવાઇ રહ્યો છે.

જિલ્લામાં આવેલા કુલ ૩૯ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં હાલમાં સામાન્ય દિવસો કરતા ઓપીડી વધી જવા પામી છે. સવારથી જ મોટી સંખ્યામાં દર્દીઓની લાઇનો લાગી જતી હોય છે. મલેરીયા, ફાલ્સીપેરમ, ચિકનગુનિયા, ડેન્ગ્યું સહિતના વિવિધ કેસોના દર્દીઓ ખાસ કરીને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે.

આ અંગે અધિકારીઓના જણાવ્યા મુજબ ગત વર્ષે આ સમયગાળા સુધીમાં ફક્ત ૬૨ જ મલેરીયાના કેસ હતા જ્યારે ચાલુ વર્ષે ૯૦ કેસ સામે આવ્યા છે. સિંગરવામાં અને ધોળકામાંથી બે દિવસ પહેલા જ મલેરીયાના નવા કેસ સામે આવ્યા છે. મલેરીયાના તમામ કેસ સાદા મલેરીયાના હોવાનું તેમજ એકપણ કેસ ઝેરી મલેરીયાનો ન હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.

ગ્રામ્ય વિસ્તારોમાં કાદવ-કિચડ, ગટરોનો અભાવ, ઠેરઠેર રહેલા ઉકરડા, નીચાણવાળા વિસ્તારોમાં ભરાઇ રહેલા વરસાદી પાણી સહિતના કારણોસર માખી-મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે. આ અંગે મલેરીયા ખાતાના અધિકારીઓના જણાવ્યા મુજબ જિલ્લામાં હાલમાં દવાના છંટકાવની તેમજ ઘેરઘેર સર્વેની કામગીરી હાથ ધરાઇ છે. પાણીની ટાંકીઓમાં પોરા નાશક દવાઓના છંટકાવાની પણ કામગીરી હાથ ધરી દેવાઇ છે.

જિલ્લામાં રોગચાળો કાબૂમાં હોવાના તંત્રના દાવા વચ્ચે ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની ઉભરાતી સંખ્યા સરકારી દાવાઓને પોકળ સાબિત કરી રહી છે. શરદી, ખાંસી, કફ, તાવ, માથું દુખવા, હાથ-પગે કળતર થવી સહિતના ફરિયાદો વાળા દર્દીઓ દવાખાનાઓમાં મોટી સંખ્યામાં સારવાર લઇ રહ્યા છે.

Post Comments