Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શિક્ષણમંત્રી ચુડાસમાના ગઢમાં ગાબડું, કોંગ્રેસે ધોળકા તા.પંચાયત પર કબજો કરી

- તાલુકા-જીલ્લા પંચાયતો જાળવવા કોંગ્રેસની ડેમેજકંટ્રોલ કવાયત

- ખેડા,મહુધા,માતર,વસો,વાંસદા,ખેરગામ તાલુકા પંચાયત પર પંજાનું સામ્રાજ્ય,ચિખલી-મહેમદાબાદની ચૂંટણી મોકુ

અમદાવાદ,તા.13 જૂન 2018, બુધવાર

ભાજપે કોંગ્રેસ શાસિત જીલ્લા-તાલુકા પંચાયતો પર નજર ફેરવી છે. શામ,દામદંડ ભેદની નીતિ અપવાની પંચાયતો કબજો કરવાના પ્રયાસો થતાં કોંગ્રેસ સતર્ક બની છે.એટલું જ નહીં,જીલ્લા-તાલુકા પંચાયતો જાળવવા ડેમેજકંટ્રોલ કવાયત શરુ કરી છે. આ દરમિયાન,કોંગ્રેસે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના ગઢમાં ગાબડુ પાડી ધોળકા તાલુકા પંચાયત કબજે કરી છે.

અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં રાજ્યમાં જીલ્લા-તાલુકા પંચાયતોમાં પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની ચૂંટણીઓ યોજાઇ રહી છે.આજે કોંગ્રેસ ખેડા,મહુધા,માતર,વસો,વાંસદા,ખેરગામ તાલુકા પંચાયત કબજે કરી છે. આ પંચાયતો પર કોંગ્રેસના પ્રમુખ,ઉપપ્રમુખ ચૂંટાયા છે. કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો છેકે, ભાજપ સરકાર રાજકીય કાવતરા ઘડી કોંગ્રેસ શાસિત પંચાયતો કબજે કરવા પ્રયાસો કરી રહી છે.એટલુ જ નહીં,પોલીસ-સરકારી તંત્રનો દૂરપયોગ કરી રહી છે.

કોંગ્રેસની જીત નિશ્ચિત હોવાથી સરકારના ઇશારે મહેમદાબાદ અને નવસારીના ચિખલી તાલુકા પંચાયતમાં ચૂંટણી જ મોકુફ રાખવામાં આવી છે.જાહેરનામા મુજબ ચૂંટણી ન યોજીને ભાજપ સરકારે લોકશાહીની હત્યા કરી છે.

શિક્ષણમંત્રીના મતવિસ્તાર ધોળકા તાલુકા પંચાયત પર પણ કોંગ્રેસે કબજો કર્યો છે.ધોળકા તાલુકા પંચાયતમાં પ્રમુખપદે દિવ્યાબેન સિસોદિયા ચૂંટાઇ આવ્યા હતાં. કોંગ્રેસે જીલ્લા-તાલુકા પંચાયતો અકબંધ રાખવા નેતાઓને કામે લગાડયાં છે. પ્રદેશ કોંગ્રેસ સમિતીએથી સમગ્ર પંચાયતોની ચૂંટણી પર નજર રાખવામાં આવી રહી છે.હોદ્દા માટે કોઇ સત્તાપલટો ન કરે,ભાજપની લાલચખોરીનો શિકાર ન બને તે માટે ડેમેજકટ્રોલ કવાયત શરુ કરાઇ છે.

Post Comments