Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદમાં આવાગમન કરતી ૨૦થી વધુ ફ્લાઇટના શેડયૂલ ખોરવાયા

-બેંગલોર-અમદાવાદની બે ફ્લાઇટ રદ કરાઇ

-અમદાવાદ-હૈદરાબાદની ફ્લાઇટ ૩ કલાક મોડી પડી, મુસાફરોે હાલાકીમાં મૂકાયા

અમદાવાદ, તા.13 ફેબ્રુઆરી 2018,મંગળવાર

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતે આવગમન કરતી ૨૦થી વધુ ફ્લાઇટ ૩ કલાક સુધી મોડી પડતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. આ ઉપરાંત અમદાવાદ-બેંગલોરની બે ફ્લાઇટને ટેક્નિકલ ખામીને પગલે રદ કરવામાં આવી હતી.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ-બેંગલોર અને બેંગલોર-અમદાવાદની ઇન્ડિગોની ઇન્ડિગોની ફ્લાઇટ રદ કરવામાં આવતા મુસાફરોને ભારે પરશાની નડી હતી.

આ ઉપરાંત અમદાવાદ-હૈદરાબાદની ગો એરની ફ્લાઇટ ૩ કલાક મોડી પડી હતી. સામાન્ય રીતે આ ફ્લાઇટ સવારે ૧૧ વાગે રવાના થઇને બપોરે ૨ઃ૪૫ના હૈદરાબાદ પહોંચતી હોય છે. પરંતુ આ ફ્લાઇટ બપોરે ૨૦ઃ૦૧ના રવાના થઇને બપોરે ૩ઃ૪૬ના પહોંચી શકી હતી.

મુંબઇ-અમદાવાદની સ્પાઇસ જેટની ફ્લાઇટને પણ ૨ કલાક ૩૫ મિનિટનો વિલંબ થયો હતો. આ ફ્લાઇટ સાંજે ૫ઃ૧૦ને સ્થાને રાત્રે ૭ઃ૨૬ના રવાના થઇને રાત્રે ૮ઃ૪૨ના અમદાવાદ પહોંચી હતી. ૧૭ ફેબુ્રઆરી સુધી મુંબઇ એરપોર્ટના રન-વેનું નવિનીકરણ ચાલશે અને ત્યાં સુધી ફ્લાઇટના શેડયૂલ પર અસર પડશે.

કઇ ફ્લાઇટ વધારે મોડી પડી?

ફ્લાઇટ એરલાઇન્સ    કેટલી મોડી પડી?

મુંબઇ-અમદાવાદ      ઇથોપિયન એરલાઇન્સ ૧ કલાક ૧૦ મિનિટ

મુંબઇ-અમદાવાદ      ઇન્ડિગો ૧ કલાક ૩૨ મિનિટ

હૈદરાબાદ-અમદાવાદ ગો એર        ૨ કલાક ૪૦ મિનિટ

બેંગલોર-અમદાવાદ   ઇન્ડિગો ૧ કલાક ૨૭ મિનિટ

મુંબઇ-અમદાવાદ      સ્પાઇસ જેટ    ૨ કલાક ૩૫ મિનિટ

મુંબઇ-અમદાવાદ      ઇન્ડિગો ૧ કલાક ૧૦ મિનિટ

અમદાવાદ-બેંગલોર   ઇન્ડિગો ૧ કલાક ૫૫ મિનિટ

અમદાવાદ-પૂણે       સ્પાઇસ જેટ    ૨ કલાક ૫ મિનિટ

અમદાવાદ-મુંબઇ      જેટ એરવેઝ   ૫૧ મિનિટ

અમદાવાદ-બેંગલોર   ઇન્ડિગો ૧ કલાક ૬ મિનિટ

અમદાવાદ-મુંબઇ      ઇન્ડિગો ૧ કલાક ૩૦ મિનિટ

અમદાવાદ-હૈદરાબાદ ગો એર        ૩ કલાક

Post Comments