Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજ્યસભા માટે કોંગ્રેસે રજૂ કરેલા દસ્તાવેજોમાં ગરબડ

- જૂઠ છુપાવવા કોંગ્રેસ હવાતિયાં મારે છે

- કેન્દ્રીય ચૂંટણી પંચને પણ ફરિયાદ : લોકસભાના સ્પીકરે પોલીસ તપાસનો આદેશ આપ્યો : ભાજપ

અમદાવાદ, તા. 13 માર્ચ, 2018, મંગળવાર

ગુજરાતમાંથી રાજ્યસભાની ચાર સભ્યોની મુદત પૂરી થઈ રહી હોવાથી ૨૩મી માર્ચે ચૂંટણી યોજાવાની છે જેના માટેના ફોર્મ ભરવાની ૧૨મીએ અંતિમ તારીખ હતી. જયારે ૧૩મીએ ઉમેદવારી પત્રોની ચકાસણી થઇ હતી. ચકાસણી બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઉમેદવારે રજૂ કરેલા દસ્તાવેજોમાં ગરબડી છે. જૂઠ છૂપાવવા કોંગ્રેસ હવાતીયા મારે છે.

તેઓએ કહ્યું કે, કોંગ્રેસનો આંતરીક કલહ અને જૂથબંધી સપાટી પર દેખાઈ આવી છે. ઉમેદવારોની ઘોષણા અને ત્યારબાદની પ્રક્રિયા કોંગ્રેસની સ્થિતિનું ચિત્રણ છે. નારણ રાઠવાની ગરબડી છૂપાવવા ભાજપના ઉમેદવારો સામે બિનપાયાદાર વાંધા વચકા રજૂ કર્યા હતા જેને ફગાવી દેવાયા હતા. જયારે કોંગ્રેસના નારણ રાઠવાએ સંસદનું નો ડયુ સર્ટીફિકેટ સમયમર્યાદા બહાર મળ્યું હોવા છતાં રજૂ કર્યું છે. તેમની સામે થયેલા કેસને છુપાવે છે.

રેલવે મંત્રાલયની વિગતો અધુરી રજૂ કરી છે. કોંગ્રેસે ત્રીજા ઉમેદવાર તરીકે વાલેરાને ઉતારવાને બદલે અપક્ષ ફોર્મ ભરાવીને સાબીત કરી દીધુ છે કે કોંગ્રેસમાં અવિશ્વાસ અને જૂથબંધી છે.જીતુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આ અંગે દિલ્હી ચૂંટણી પંચને પણ હસ્તક્ષેપ કરવા ફરિયાદ કરી છે.

કેન્દ્રીય ચૂંટણી પંચ સત્ય બહાર લાવે.લોકસભાના સ્પીકરે પણ પોલીસ તપાસનો આદેશ આપ્યો છે. લોકસભામાંથી ૧૨મી માર્ચે બપોરે ૩.૩૦ વાગ્યે સર્ટી. ઇસ્યુ થયું છે તો નારણ રાઠવાએ આ જ સર્ટી. ૧૨મીએ બપોરે ૩ વાગ્યે કઇ રીતે રજૂ કર્યું ? ફોર્જરીનો કેસ પણ બને છે.

Post Comments