Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુજરાતમાં ઠેરઠેર કોંગ્રેસ અને શક્તિસિંહના પૂતળાનું દહન

-સરદાર તરફના ઓરમાયા વર્તન અંગે કોંગ્રેસ માફી માગે

-સરદાર પટેલનાં ડીએનએનો ઉલ્લેખ કરીને કોંગ્રેસે નિમ્નસ્તરની માનસિકતા દર્શાવી છે

અમદાવાદ, તા.14 નવેમ્બર 2017,મંગળવાર

હાર્દિક પટેલને કોંગ્રેસનાં નેતાએ સરદાર પટેલનાં ડીએનએ સાથે સરખાવતાં જ ભાજપ દ્વારા તેનો જબરજસ્ત વિરોધ શરૃ કરાયો છે. જેના ભાગરૃપે રાજ્યભરમાં મંગળવારે ઠેરઠેર શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસનાં પૂતળાનું દહન કર્યું હતું. એટલું જ નહિં સરદાર તરફ ઓરમાયુ વર્તન રાખવા અંગે પણ કોંગ્રેસ રાષ્ટ્રની માફી માગે એવી માગણી પણ ભાજપે કરી છે.

ભાજપની મીડિયા સેલ જણાવે છે કે, આઝાદી કાળથી કોંગ્રેસ સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરી રહી છે. તે જ માર્ગે હવે સરદાર પટેલના ડીએનએનો ઉલ્લેખ કરીને કોંગ્રેસનાં નેતાઓએ તેમની નિમ્નસ્તરની માનસિકતાં પ્રદર્શિત કરી છે. જેના વિરોધમાં સરદાર પટેલનાં પરિવારજનોએ પણ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

સરદાર પટેલના નામ સાથે જોડાયેલા સરદાર સરોવર બંધને પૂર્ણ ન કરવાનું કોંગ્રેસનું પાપ, સરદારને ભારત રત્ન નહીં આપવાનું વલણ એ કોંગ્રેસની કાર્યનીતિ રહી છે. સરદાર પટેલનું અપમાન કરનારી કોંગ્રેસ સામે ભાજપ જનતાની સાથે જોડાઈને વધુ આક્રમક કાર્યક્રમો આપશે.

Post Comments