Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વાતાવરણના ૫લટાથી રાજ્યભરમાં ઘઉં, જીરૃ, ધાણા, ઇસબગુલના પાકને નુકસાન

-એક તરફ ખેતી માટે પાણી નથી મળતું, બીજી તરફ કુદરતે બાજી બગાડી નાખી

-સંવેદનશીલ જીરૃના પાકમાં તો અમુક જગ્યાએ ૮૦ ટકા સુધી નુકસાન:ઘઉંના દાણાની ગુણવત્તા ઉ૫ર માઠી અસર ૫ડશે

અમદાવાદ, તા.12 ફેબ્રુઆરી 2018,સોમવાર

છેલ્લા એકાદ ૫ખવાડિયાથી રાજ્યમાં વાતાવરણમાં આવી રહેલા ૫લટાના કારણે ખેતીના પાકોમાં તેની નોંધપાત્ર વિ૫રીત અસરો ૫ડી છે.

શિયાળાના મુખ્ય પાક ગણાતા એવા ઘઉં તેમજ વાતાવરણ પ્રત્યે સંવેદનશીલ જીરૃમાં અમુક વિસ્તારોમાં ખેડૂતોને સારી એવી નૂકશાની સહન કરવાનો વારો આવ્યો છે. એક તરફ પિયત માટે નર્મદાનું પાણી નથી મળતુ જ્યારે બીજી તરફ કુદરતે બાજી બગાડી નાખતા ધરતીપુત્રો બિચ્ચારા લાચાર બની ગયા છે.

રાજ્યના કેટલાક વિસ્તારોમાં થોડા સમયથી વાતાવરણ બદલાયુ છે. આમ તો શિયાળો ચાલી રહ્યો છે, ૫ણ આકાશમાં બંધાયેલા વાદળોમાંથી ક્યાંક છાંટા ખર્યા છે, તો ક્યાંક ભારે ૫વન ફૂંકાયો છે. જ્યારે બપોરના સમયે સૂર્યનારાયણ આકાશમાંથી અગન ગોળા વરસાવતા હોય છે.

ત્યારે એક જ સમયે હાલ શિયાળો, ઉનાળો અને ચોમાસુ એમ ત્રણેય તુ જોવા મળી રહી છે. જેને લઇને ખેતીના પાકોમાં ભારે માઠી અસર ૫ડી છે. કૃષિ તજજ્ઞાોના જણાવ્યા અનુસાર રાજ્યમાં સૌથી વધુ ૧૦.૫૬ લાખ હેક્ટરમાં વવાયેલો શિયાળાનો મુખ્ય પાક ઘઉં અત્યારે ડૂંડી અવસ્થાએ ૫હોંચી ગયો છે.

વરસાદ અને ૫વનને કારણે આ પાક ઢળી ૫ડશે. તેમજ ધાબડિયા માહોલથી ડૂંડીમાં બંધાયેલા દાણામાં કાળા ડાગ ૫ડી જવાની શક્યતા વધી ગઇ છે. આમ તૈયાર થઇ ગયેલા ઉત્પાદનની ગુણવત્તા બગડતા બજારમાં તેના ભાવ ઘટી જશે.

વાતાવરણના ૫લટાની સૌથી વધુ અસર જીરૃના પાકમાં જોવા મળી છે. રાજ્યમાં ૩.૮૨ લાખ હેક્ટરમાં જીરૃનું વાવેતર થયું છે. વરસાદ તો ઠીક આકાશમાં થોડા અમથા વાદળા બંધાય કે ઝાકળ ૫ડે તો ૫ણ આ પાક ટકી શકતો નથી.

આવા વાતાવરણથી જીરૃમાં કાળી ચર્મી અને સફેદ ફૂગ આવવા માંડશે. સ્થિતિ જોતા વધુ અસરગ્રસ્ત કેટલાક વિસ્તારોમાં જીરૃના પાકમાં ૮૦ ટકા સુધીની નૂકશાની નિશ્ચિત છે.

ધાણાનો પાક અત્યારે કા૫ણી અવસ્થાએ આવી ગયો છે. ધાણામાં સફેદ છારોડી આવવાથી દાણાની ગુણવત્તા અને ઉત્પાદન બન્ને ઘટી જશે. રાજ્યમાં ૭૦ હજાર હેક્ટરમાં ધાણા વવાયા છે. ગુણવત્તા ઘટી જતા ભાવમાં માઠી અસર થશે.

જ્યારે ર૫ હજાર હેક્ટરમાં વવાયેલા ઇસબગુલનો પાક ૫ણ ઘઉંની માફક ડૂંડી અવસ્થાએ ૫હોંચ્યો હોય, જ્યાં પાક પાકી જવાની તૈયારી હોય ત્યાં ડૂંડી ઉ૫ર પાણી ૫ડવાથી દાણા ઉભરાઇ જશે. તેમજ ફૂગનો ઉ૫દ્રવ ૫ણ ચાલુ થશે.

વાતાવરણની વિ૫રીત અસરથી પાકને બચાવવા માટે ખેડૂતોએ સમયસર યોગ્ય ૫ગલા લેવાની ભલામણ કૃષિ વૈજ્ઞાાનિકો દ્વારા કરવામાં આવી છે. ડાયથેન એમ-૪૫ અથવા ૩૦૦ મોટા ગંધક(સલ્ફર) લીક્વીડ સલ્ફર અથવા કાર્બેન્ડીઝમ જેવી શોષક પ્રકારની ફૂગનાશકોનો પાક અનુસાર ભલામણ પ્રમાણે વારાફરતી ઉ૫યોગ કરવાથી નૂકશાની સામે શક્ય એટલુ વધુ રક્ષણ મેળવી શકાશે.

Post Comments