Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગટરની નવી લાઇનો નાખવામાં અને ડિસિલ્ટીંગમાં કરોડોનો ભ્રષ્ટાચાર

- રોડ કરતાં પણ ડ્રેનેજના કામોમાં વધુ કાંડ અને કૌભાંડ

- ચીફ ઓડિટરના અહેવાલમાં લાખો રૃપિયાના ગોટાળા પકડાયા

- ગટરની લાઇનો જમીનમાં દટાઈ જતી હોવાથી ગેરરીતિ નરી આંખે દેખાતી નથી

અમદાવાદ, તા. 13 જાન્યુઆરી 2018, શનિવાર

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નવી ગટર અને સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજ નાખવાના તેમજ ગટરની જૂની પુરાણી લાઇનોમાં જામેલા કચરાને ડિસિલ્ટિંગ કરવાના વર્ષ દરમ્યાન થયેલા કરોડો રૃપિયાના કામોમાં એન્જિનિયરો- અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને રાજકારણીઓની મીલીભગતમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે. રોડ કરતા પણ વધુ ગોટાળા ગટરની લાઇનોમાં થાય છે, પણ તે જમીન તળે દટાઈ જતા અન્ડર ગ્રાઉન્ડ કૌભાંડો હોવાથી લોકોને નરી નજરે દેખાતા નથી. ચીફ ઓડિટરના અહેવાલમાં પણ ડ્રેનેજ ખાતા દ્વારા થયેલ કામગીરીમાં ઠેર ઠેર ગેરરીતિ પકડાયેલી છે.

ડ્રેનેજ પ્રોજેક્ટ દ્વારા મેઘાણીનગરમાં સીવરેજ પમ્પિંગ સ્ટેશન તથા રાઇઝીંગ લાઇન નાખવાના રૃા. ૬.૩૮ કરોડના કામમાં રનિંગ બિલ નં.-૮માં રૃા. ૩૯,૭૬,૪૧૫ ચૂકવવાના હતા, તેના સ્થાને કોન્ટ્રાક્ટરને રૃા. ૭૭,૬૨,૪૬૨ ચૂકવી દીધા હતાં. બીજા પેમેન્ટમાં મેટ્રિક ટનની ખોટી ગણતરી કરી રૃા. ૬૦,૯૦૩ વધુ ચૂકવી દીધા હતા. વેજલપુરમાં ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન સહિતની લાઇન નાખવાના રૃા. ૯.૬૨ કરોડના કામમાં ૯,૦૮,૩૯૦નું ડબલ પેમેન્ટ કરી નખાયુ હતું. વજનમાં ગોટાળા કરી બીજી વખત ૬૭,૦૪૧ વધુ ચૂકવી દીધા હતા. એવી જ રીતે વટવાની કામગીરીમાં ૪૫,૭૭૫ વધુ ચૂકવી દીધા હતા. બે બિલમાં ૧,૧૨,૯૭૬ અને બીામાં ૧,૮૪,૫૮૧ વધુ ચૂકવાયા હતા. વટવા તળાવના ડેવલપમેન્ટમાં ૭,૩૮,૧૯૩ અને બીજી વખત ૭,૨૮,૮૫૭ વધુ ચૂકવી દેવાયા હતા. ઓડિટરની ક્વેરિઝ બાદ કેટલીક રકમ રિકવાયર થઈ છે, પણ જો ઓડિટરના ધ્યાને આ બાબત ના આવી હોત તો મ્યુનિ.ની તિજોરીને તેટલા પ્રમાણમાં નુકસાન હોત.

ઉપરાંત લાઇનોના ડિસિલ્ટિંગના નામે કરોડો રૃપિયા ખર્ચાળ છે. આમાં ખરેખર કામ કેટલું થાય છે, તે લાઇનની અંદરની બાબત હોવાથી કોઈને ય ખબર પડતી નથી. એકની એક સીડી ગટર અંદરથી સરકી દેખાતી હોવાથી ફર્યા કરે છે. નવા પશ્ચિમ ઝોનમાં તે કોન્ટ્રાક્ટર પાસે કેમેરા સાથેના સાધનો ના હોવા છતાં તેનું કામ મુખ્ય શરતનો ભંગ કરીને પાસ કર્યું હતું. કેટલાક કોન્ટ્રાક્ટરો સત્તાધારી પક્ષના કે એન્જિનિયરોના મળતિયા છે, જ્યારે અમુક કિસ્સામાં તેમના કુટુંબીજનો તેમના છૂપા ભાગીદાર છે. ભાગીદારીવાળી વાત હવે જગજાહેર થઈ ગઈ છે. ડિસિલ્ટિંગ કૌભાંડ અને કાંડનો અડ્ડો છે.

વસ્ત્રાલમાં એક નાનો કોન્ટ્રાક્ટર લાઇનના બે પાઇપો વચ્ચે હલકી ક્વોલિટીના અને મ્યુનિ.એ રિજેક્ટ કરેલ છે, તેવા જોઇન્ટ વાપરવા જતા વિપક્ષના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા હતા ભારે હોબાળા બાદ આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરાયા ત્યારે તેમણે કહ્યું કે, 'હું તો નાનો કોન્ટ્રાક્ટર છું મોટા પણ આવા જ જોડાણો વાપરવાની ગોલમાલ કરે છે.' આ બાબત બોર્ડમાં જાહેરમાં ચર્ચાવા છતાં શહેરમાં જે લાઇનો નખાઈ ગઈ છે, તેમાંથી એક પણ લાઇનનું રેન્ડમ ચેકિંગ પણ નથી થયું. ઝોનના એન્જિનિયરો દ્વારા નખાયેલ ગટર લાઇનો અને ડિસિલ્ટિંગના કામમાં પણ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે. લાઇનોનું ઉંડાણ, તેના સ્પેશીફિકેશન પ્રમાણેના પાઇપો, ગટરનું લેવ વગેરેમાં બેદરકારી રાખવામાં આવતી હોવાથી ચોમાસામાં ઠેર ઠેર પાણી ભરાય છે અને ભૂવા પડે છે.

Post Comments