Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઓબીસી વોટબેન્ક ગુમાવવાના ડરથી કોંગ્રેસ હાર્દિક પટેલથી દૂર રહેવા માંગે છે

-હાર્દિકને સાથ આપવાના મુદ્દે કોંગ્રેસમાં મતમતાંતર

-વિધાનસભાની ચૂંટણીમાં અનુભવ બાદ કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં હાર્દિકનો સાથ લેવો પોષાય તેમ નથી

અમદાવાદ,તા.13 જુલાઇ 2018,શુક્રવાર

ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસે લોકસભાની પૂરજોશમાં તૈયારીઓ આદરી છે.આ જ મહિનામાં રાહુલ ગાંધી,વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે જેના પગલે ફરી રાજકીય માહોલ ગરમાશે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને લાગે છેકે,પાટીદાર ખેલવા જતાં ઓબીસી વોટબેન્ક ગુમાવવાનો વારો આવી શકે છે. આ જોતાં હાર્દિક પટેલને સાથ આપવો કે કેમ તે મુદ્દે કોંગ્રેસમાં મતમતાંતરો સર્જાયા છે.

તાલુકા-જીલ્લા પંચાયતથી માંડીને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાટીદાર કાર્ડ ખેલ્યુ હતું. હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે.ફરી એકવાર પાટીદારોએ ભાજપ સરકાર સામે અનામતની માંગ સાથે બાંયો ખેંચી છે. તો જોતાં ભાજપે ઓબીસી વોટબેન્ક પર નજર ઠેરવી છે. આ તરફ,હાર્દિક પટેલે ૨૫મી ઓગષ્ટથી અનામતના મુદ્દે આમરણાંત ભૂખ હડતાળ પર ઉતરવા એલાન કર્યુ છે.

હાર્દિક પટેલના સાથ આપવો કે કેમ તે મુદ્દે કોંગ્રેસ હજુ મૌન છે. કોંગ્રેસને એ વાતનો ડર સતાવી રહ્યો છેકે, પાટીદાર વોટબેન્ક અંકે કરવા જતાં આ વખતે ઓબીસી વોટબેન્ક સરકી શકે છે.ગત વખતે ય આદિવાસી,ઓબીસી નેતાઓ ઘણાં નારાજ થયા હતાં.


બીજુ કે,વિધાનસભાની ચૂંટણી વખતે સોદો કરતાં કોંગ્રેસે મૂળ કાર્યકરોને બાજુએ રાખીને હાર્દિકને બેઠકો આપવી પડી હતી.તે વખતે ઘણો વિવાદ સર્જાયો હતો.લોકસભાની ચૂંટણીમાં બેઠકો આપવી પોષાય તેમ નથી કેમ કે,લોકસભાની ચૂંટણી લડવા મૂળ કોંગ્રેસી દાવેદારોની ઘણી લાબી લાઇન છે એટલે ટિકીટ વહેંચણીમાં ઘણું સાચવવુ પડે તેમ છ. લોકસભાની ચૂંટણી ગુજરાતમાં કાંટે કી ટક્કર બની રહેશે તે જોતાં કોંગ્રેસ માટે માત્ર પાટીદાર કાર્ડ ખેલવુ જોખમી બની રહે તેમ છે. આ વખતે કોંગ્રેસ એક એક ડગલુ ફુંકી ફુંકીને ભરી રહી છે.

Post Comments