Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોંગ્રેસ પક્ષે ૧૫ પદાધિકારી-કાર્યકરોને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા

-કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર સામે ઉમેદવારી નોંધાવી હતી

-સસ્પેન્ડ કરાયેલામાં બે પ્રદેશ ડેલિગેટ, એક મંત્રી-એક પૂર્વ કાઉન્સિલરનો સમાવેશ

અમદાવાદ, તા.7 ડિસેમ્બર 2017,ગુરૃવાર


ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર સામે બળવાખોર તરીકે ઉમેદવારી નોંધાવનારા ૧૫ વિધાનસભા બેઠકના કોંગ્રેસના પદાધિકારી, આગેવાન-કાર્યકરને ૬ વર્ષ માટે તાકીદની અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ અંગે કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે, 'કોઇ પણ કાર્યકર કે આગેવાન હોય તેમની ગંભીર ગેરશિસ્તને પક્ષ ચલાવી લેશે નહીં. કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે ઉમેદવારી નોંધાવનારા પક્ષના જ આગેવાન-કાર્યકરની ગેરશિસ્તને ધ્યાનમાં લઇને કોંગ્રેસ પક્ષના બંધારણ મુજબ ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. '

જે ૧૫ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં સાવલીના ખુમાનસિંહ ચૌહાણ, ડીસાના બહાદુરસિંહ વાઘેલા એમ બે પ્રદેશ ડેલિગેટ, ચોટીલાના કોંગ્રેસ મંત્રી જીજ્ઞાાશાબહેન પરમાર તેમજ દરિયાપુરના પૂર્વ કાઉન્સિલર રાજુ મોમીનનો પણ સમાવેશ થાય છે.અગાઉ ભાજપે પણ તેના કેટલાક કાર્યકરોને સસ્પેન્ડ કર્યા હતા.

 કોને સસ્પેન્ડ કરાયા?

વડોદરા ઃ ખુમાનસિંહ ચૌહાણ, રાજુભાઇ મકવાણા, જયેન્દ્રસિંહ ચાવડા. બનાસકાંઠા ઃ  બહાદુરસિંહ વાઘેલા, અશ્વિન પરમાર. સુરેન્દ્રનગર ઃ જીજ્ઞાાશાબહેન પરમાર. બોટાદ ઃ ગાગજીભાઇ પરમાર, મૂળશંકર ચૌહાણ. પાટણ ઃ રમેશજી ઠાકોર. છોટાઉદેપુર ઃ ગંગાબહેન રાઠવા. સુરત ઃ પરેશભાઇ કાછડીયા. અમદાવાદ ઃ રાજુ મોમીન.

Post Comments