Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૨.૬૮ કરોડના બોગસ બિલો અંગે બે કોન્ટ્રાક્ટરો સામે ફરિયાદ કરાઇ

- તૂટેલા રોડના પ્રશ્ને લાંબા વિરામ બાદ મ્યુનિ.તંત્ર જાગ્યું

- ૭૬૦ ટન જેટલા ડામરની ચોરી થયાનું તપાસમાં જણાયું, વધુ ૩ એડિશનલ સહિત ૨૦ એન્જિનિયરોને નોટિસ

અમદાવાદ,તા.13 જૂન 2018, બુધવાર

અમદાવાદના રોડમાં પહેલા જ વરસાદે પડી ગયેલા ગાબડા અને આઇઓસીના બોગસ બિલો પર મ્યુનિ.તંત્રએ આડેધડ કરી નાંખેલા કરોડો રૃપિયાના ચૂકવણાનો વિવાદ સમય જતા સમવાને બદલે વધુને વધુ વકરતો જાય છે. તુટેલા ૯૦ રોડના લેવાયેલા મટિરીયલ્સનું લેબ પરિક્ષણ કરાવતા તેમાંથી ૮૫ માં ડામર ચોરી થઇ હોવાનું અને કપચી સહિતનું મટિરિયલ્સ હલકી કક્ષાનું હોવાનું જણાયું હતું. આ અંગેની વિજીલન્સ ઇન્કવાયરી ફેઝ-૨ ના સંદર્ભમાં બે કોન્ટ્રાક્ટર સામે વસ્ત્રાપુર, કારંજ અને નારણપુરામાં પોલીસ ફરિયાદ માટે અરજી આપી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ૮૫ રોડ પૈકી ૪૦ રોડ સાથે સંકળાયેલા ૩ કોન્ટ્રાક્ટરો અને ૪૦ એન્જિનિયરોને ૮૧ નોટિસ ફટકારાઇ હતી. ત્યારબાદના લાંબા સમય બાદ મ્યુનિ.એ ફેઝ-૨ની ૪૫ રોડની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ૨.૧૮ કરોડના ૩૦ બોગસ બિલો અંગે કોન્ટ્રાક્ટર જી.પી.ચૌધરી અને ૫૦ લાખના ૯ બોગસ બિલો અંગે આકાશ સામે પોલીસમાં કાર્યવાહી હાથ ધરાઇ છે. જે.પી.ચૌધરીના સૌથી વધુ બિલો હોવાનું જણાયું છે. ૭૬૦ ટન ડામરની ચોરી થઇ હોવાનું જણાયું છે.

જ્યારે એડિ.એન્જિનિયરો એન.કે.મોદી અને હરપાલસિંઝ ઝાલા તેમજ સિટી એન્જિનિયર હિતેશ કોન્ટ્રાક્ટર સહિત વધુ ૨૦ એન્જિનિયરોને નોટિસો ફટકારાઇ છે. અગાઉ બે એન્જિનિયરોને નોટિસો ફટકારાયા બાદ કોઇ જ કાર્યવાહી થઇ નહોતી. એટલું જ નહી ત્રણ જેટલા કોન્ટ્રાક્ટરોને ડામરની કિંમત અને ૧૦ પેનલ્ટી ચૂકવી દેવા નોટિસ આપી હતી. તે પ્રકરણમાં પણ આગળ કશું થયું નહોતું. પહેલા બોગસ બિલ પકડાયું ત્યારે નવા પશ્ચિમ ઝોનના ડેપ્યુટી એન્જિનિયર સહિત સાતને સસ્પેન્ડ કરાયા હતા.

એડિશનલ એન્જિનિયર એન.કે.મોદીની સહી નહીં હોવાથી તેમને કશું જ થયું નહોતું. ગયા ચોમાસામાં ઠેરઠેર તૂટેલા રોડના કારણે ચૂંટણી ઉપર જ મ્યુનિ.ની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચ્યો હતો. વિકાસ ગાંડો થયાથી લઇને અનેક પ્રકારના કટાક્ષ સોશિયલ મીડિયા પર થવા માંડયા હતા. હવે જ્યારે ચોમાસું આવી રહ્યું છે ત્યારે ફરી એ પ્રકરણનું પુનરાવર્તન માથે આવીને ના પડે તે માટે તંત્રની ચિંતા વધી ગઇ છે.

Post Comments