Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશ માટે ૨૦૧૯થી દેશભરમાં કોમન ટેસ્ટ નિટી લાગુ થશે

-નેશનલ ટેસ્ટિંગ એજન્સી નિટી લેશેે

અમદાવાદ, તા.12 જાન્યુઆરી 2018,શુક્રવાર

ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશ માટે ૨૦૧૯થી દેશભરમાં નિટી નામથી કોમન ટેસ્ટ લાગુ થવાની પુરી શક્યતાઓ છે.એઆઈસીટીઈના વાઈસ ચેરમેનના જણાવ્યા પ્રમાણે કેટલાક રાજ્યોએ વિરોધ કરતા અને પોતાની પરીક્ષાને લઈને સમય માંગતા  ૨૦૧૮થી કોમન ટેસ્ટ લાગુ ન થઈ શકી પરંતુ ૨૦૧૯થી લાગુ કરવાનું એઆઈસીટીઈનું પુરતુ પ્લાનિંગ છે.

જીટીયુના કોન્વોકેશનમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિતિ રહેલા ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનના વાઈસ ચેરમેન એમ.પી.પુનિયાએ જણાવ્યું હતું કે મેડિકલ પ્રવેશમાં જેમ હાલ દેશભરમાં એક માત્ર ફરજીયાત નીટ લાગુ કરાઈ છે તેવી જ રીતે ઈજનેરીમાં પ્રવેશ માટે નિટી લાગુ કરાશે.૨૦૧૯થી આ નિટી નામની કોમન ટેસ્ટ લાગુ કરવાનું પ્લાનિંગ છે.

જે માટેની તૈયારી પણ થઈ ચુકી છે. નિટી એટલે કે નેશનલ એન્જિનિયરિંગ એન્ટ્રન્સ ટેસ્ટ ફોર ટેકનિકલ ઈન્સ્ટિટયુટ નામની કોમન ટેસ્ટ ઈજનેરી પ્રવેશ માટે લેવાશે.

સુપ્રીમકોર્ટે મેડિકલ પ્રવેશ માટે બે વર્ષથી નીટ લાગુ કરી દીધી છે અને જેના પરથી અનુભવ લઈને તેના માટેનો ફીડબેક અને અન્ય બાબતોનો અભ્યાસ કરીને ઈજનેરીમાં પ્રવેશ માટે પણ નિટી લાગુ કરવામા આવશે.કેન્દ્ર સરકાર દેશભરમાં એક કોમન ટેસ્ટ એટલે કે વન નેશન વન ટેસ્ટ માટેની યોજના વિચારી રહી છે ત્યારે તે હેઠળ નેશનલ ટેસ્ટિંગ એજન્સીની પણ રચના કરાઈ છે ત્યારે ઈજનેરી પ્રવેશ માટેની નીટી પણ નેશનલ ટેસ્ટિંગ એજન્સી જ લે તેવુ પ્લાનિંગ છે.

અગાઉ ૨૦૧૮થી નિટી લેવામા આવનાર હતી પરંતુ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ સહિતના કેટલાક રાજ્યોએ તેનો વિરોધ કર્યો હતો અને પોતાના રાજ્યની પ્રવેશ પરીક્ષા પહેેલેથી લેવાતી હોઈ નીટી લાગુ કરવા માટે સમય માંગ્યો હતો.

જેથી હવે ૨૦૧૯થી દેશભરમાં ઈજનેરી પ્રવેશ માટે નીટી કોમન ટેસ્ટ લેવાનું આયોજન છે.મહત્વનું છે કે અગાઉ ગુજરાત સહિતના મોટા ભાગના રાજ્યોએ ઈજનેરી પ્રવેશ માટે જેઈઈને સ્વીકારી હતી પરંતુ ગત વર્ષથી ગુજરાત સરકારે ઈજનેરી પ્રવેશ માટે ફરીથી ગુજકેટ લાગુ કરી છે.

Post Comments