Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હાર્દિક જુઠ્ઠાણું ફેલાવી રહ્યો છે, મેં રાજીનામું આપ્યું નથી અને આપવાનો પણ નથી: વિજય રૂપાણી

- સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાનું ખુદ સીએમએ ખંડન કર્યું

- કેટલાક લોકો અફવા ફેલાવી રહ્યા છે, જય-વીરુની જોડી અકબંધ રહેશે: નીતિન પટેલ

ગાંધીનગર, તા. 14 જૂન 2018, ગુરૂવાર

રાજ્યના સીએમ વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધુ છે અને સીએમ બદલવાના છે હાર્દિક પટેલના એવા નિવેદનથી હાલ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમ થઈ ગયો છે. જોકે, રાજ્યમાં સીએમ બદલવાની અટકળોને ખુદ સીએમ વિજય રૂપાણીએ ફગાવી છે.

સીએમ રૂપાણીનું કહેવું છે હાર્દિક પટેલ મીડિયામાં ચમકવા માટે જૂઠ્ઠાણા ફેલાવે છે રૂપાણી સરકાર પાંચ વર્ષનો કાર્યકાળ પુરો કરશે. સાથે જ સીએમએ એવી પણ ટિપ્પણી કરી કે હાર્દિકને એટલી ખબર નથી કે રાજીનામુ કેબિનેટમાં નહી પરંતુ રાજભવનમાં આપવાનું હોય. રાજીનામાની વાત અંગે પક્ષમાં, સરકારમાં, મોવડી મંડળમાં કે અન્ય કોઈ જગ્યાએ ચર્ચા થઈ નથી.

જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈના જણાવ્યા અનુસાર આ તમામ બાબતો ગપગોળા છે. જય-વીરુની જોડી અકબંધ રહેશે. કાલની કેબિનેટની બેઠક બાદ અમે સાથે હતા. આજે હું ગુજરાત બહાર છું. ગુજરાતમાં હાલમાં થઈ રહેલા વિકાસને ન જોઈ શકતા કેટલાક લોકો સોશ્યલ મીડિયા મારફતે આ પ્રકારના ગપગોળા ચલાવી રહ્યા છે. કેટલાક લોકો દ્વારા વિરોધ ઉભા કરવા માગે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. હું દિલ્હીમાં આરોગ્ય વિભાગની મીટિંગમાં આવ્યો છું. ગઈકાલે રાત્રે હું અને વિજયભાઈ એક સાથે મીટિંગમાં હતા.

કેવી રીતે ફેલાઈ અફવા
વિધાનસભાની ચૂંટણી વખતે રાજકોટમાં હાર્દિકે મહાક્રાંતિ સભા યોજી હતી. જો કે તે મેદાનમાં પટેલ સમાજનું સંમેલન કરવાની મંજૂરી હતી અને તેના બદલે સભા યોજી હતી તેને લઇ માલવિયા નગર પોલીસસ્ટેશને ગુનો નોંધ્યો હતો. આ ગુનાને લઇ આજે હાર્દિક રાજકોટ આવ્યો હતો અને જવાબ રજૂ કર્યો હતો. માલવિયાનગર પોલીસ સ્ટેશન બહાર હાર્દિકની સાથે મોટી સંખ્યામાં પાસના કાર્યકરો ઉમટી પડ્યા હતા.

દરમિયાન મીડિયા સામે હાર્દિક પટેલે દાવો કર્યો હતો કે, ગઇકાલે કેબિનેટની બેઠક મળી હતી ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે. તેમનું રાજીનામું આગામી મંજૂર કરવામાં આવશે. આગામી સીએમ તરીકેનો ચહેરો ક્ષત્રિય અથવા પાટીદાર હશે. પ્રદિપસિંહ જાડેજા અને ભીખુભાઇ દલસાણીયાના નામ હાર્દિકે સીએમના દાવેદાર માટે લીધા હતા. ભાજપે આ અંગે ક્યારની તજવીજ હાથ ધરી દીધી છે. વિજયભાઇ રૂપાણી ગુજરાતના સીએમ બન્યા છે ત્યારથી કાનૂની વ્યવસ્થાથી લઇ રાજ્યની વ્યવસ્થા, શિક્ષણની વ્યવસ્થા ન સંભાળી શકવાના કારણો છે.

Post Comments