Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુજરાતમાં ૧૨ મહિલાની ચોટલી કપાઇ 'ચોટલીકાંડ'ની તપાસ CID ક્રાઈમને સોંપાઈ

-શ્રધ્ધા- અંધશ્રધ્ધા વચ્ચે મહિલાઓમાં દહેશત

-અમદાવાદમાં ગોમતીપુર, વટવામાં કિશોરી તેમજ શીલજમાં વૃધ્ધાની ચોટલી કપાતાં ચકચાર

અમદાવાદ,તા.12 ઓગસ્ટ 2017, શનિવાર

ગુજરાતમાં મહિલાઓની ચોટલી કપાવાના કિસ્સા વધી રહ્યા છે. અમદાવાદમાં એક જ દિવસમાં વટવા અને ગોમતીપુરમાં બે કિશોરી તેમજ બોપલમાં એક વૃધ્ધાની ચોટલી કપાઇ જતાં પરિવારમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. ગુજરાતમાં અમદાવાદ સહિત મહિલાઓની ચોટલી કપાવાના કુલ ૧૨ બનાવ પોલીસ ચોપડે નોધાયા છે. આ તમામ ચોટલીકાંડની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી છે.

ગુજરાત સીઆઇડી ક્રાઇમનાવડા આશિષ ભાટિયાના જણાવ્યા મુજબ થોડા સમય પહેલા રાજસ્થાન, હરિયાણા, મધ્ય પ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં આ જ પ્રમાણે મહિલાઓના વાળ કપાવાના બનાવો પ્રકાશમાં આવ્યા હતા. ત્યારબાદ છેલ્લા ેએક સપ્તાહથી ગુજરાતમાં પણ વિવિધ જગ્યાએ મહિલાઓની ચોટલી કપાવાના કિસ્સા સામે આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને ગુજરાતમાં ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકના માણેકપુરમાં વૃધ્ધાની ચોટલી કપાવાના પ્રથમ કિસ્સો બન્યો હતો ત્યારબાદ ભરૃચ, રાજકોટ, ગાંધીધામ અને મહેસાણાના ખેરાલુમાં ત્રણ મહિલાના વાળ કપાવાના કિસ્સો પોલીસ ચોપડે નોધાયા છે.

જો કે મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના કીમ પૂર્વ વિસ્તારમાં પર પ્રાંતિય મહિલા પૂનમબેન શર્મા અનેઅમરેલીના ધારીમાં બિહારની મિનાક્ષીબેન નામની યુવતીની ચોટલી કપાઇ હતી. મોટાભાગના કિસ્સોઓમાં મહિલાઓના જણાવ્યા મુજબ મોડી રાતે કોઇક અજાણી વ્યક્તિ દ્વારા આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવતું હોવાનું બહાર આવી રહ્યું છે, રાજકોટમાં એવી અફવા ફેલાઇ છ કે કોઇક લાલ સાડી પહેરેલી મહિલા આવીને ચોટલી કાપીને નાસી જાય છે. અંકલેશ્વરમાં તો મહિલાઓને પ્રથમ બિલાડી દેખાય છે ત્યારબાદ લાલ સાડીમાં ભેદી રીતે મહિલા દેખાય છે અને તે વાળ કાપીને જતી રહેતી હોવાની અફવાએ જોર પકડયું છે.

આ પ્રમાણેની અફવાના પગલે દહેશત વ્યાપી જવા પામી છે. કેટલાક કિસ્સોમાં તો ચોટલી કપાયા બાદ મહિલામાં એટલી હદે ડર ફેલાઇ જાય છે કે બિમાર પડી જવાના કિસ્સા સામે આવી રહ્યા છે. અંકલેશ્વરમાં કેટલાક વિસ્તારમાં અંધશ્રધ્ધા વ્યાપી જવા પામી છે અને લોકો પોતાના ઘર બહાર લીંબુ, મરચા અને લીમડો બાંધી રહ્યા છે.
આ પ્રમાણેના બનાવો વધતા જતા હોવાથી ગુજરાત સરકારે તાત્કાલીક અસરથી આ તમામ બનાવોની તપાસ સીઆઇડી ક્રાઇમના સીઆઇ સેલને સોંપવામાં આવી છે. સીઆઈડી ક્રાઇમ દ્વારા એક એસીપી અને પીઆઈ સહિતની ટીમની રચના કરીને તમામ કિસ્સાઓની તપાસનો ધમધમાટ શરૃ કરી દેવામાં આવ્યો છે.


ગુજરાતમાં કયાં કયાં ચોટલી કપાવાના બનાવો બન્યા

અમદાવાદ     વટવામાં નરોલમાં એક વિદ્યાર્થીની ચોટલી કપાઇ
અમદાવાદ     શીલજમાં કલ્હાર રોડ પર એક વૃધ્ધના વાળ કપાયા
અમદાવાદ      ગોમતીપુરમાં એક માસુમ કિશોરીની ચોટલી કપાઇ
ગાંધીનગર      માણેકપુરમાં વૃધ્ધાના વાળ કપાયા
ભરૃચ      અંકલશ્વરમાં એક બાળકી સહિત બે મહિલાની ચોટલી કપાઇ
રાજકોટ     નવા મોવા ગામમાં એક વૃધ્ધા અને કિશોરીનો ચોટલો કપાયો
ગાંધીધામ     ગળપાદરા પર પ્રાંતિય મહિલાના  વાળ કપાયા
મહેસાણા      ખેરાલું ખોખરવાડામાં બે મહિલાના  વાળ કપાયા
મહેસાણા      દેલવાડા ગામમાં રૃમમાં સૂતેલી મહિલા વાળ કપાતાં બેભાન

Post Comments