Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુજરાતમાં 1.06 લાખ દીકરીઓનો થયા છે બાળલગ્ન

- 2011ની વસતી ગણતરી પ્રમાણેના છે આંકડા

- 25 ટકા કિશોરીઓ 15 વર્ષ થતા પહેલા જ બે બાળકોની માતા બની ગઈ

અમદાવાદ, તા. 13 ઓક્ટોબર 2017, શુક્રવાર

સુપ્રીમે અઢાર વર્ષથી નાની પત્ની સાથેના શારિરિક સંબધને બળાત્કાર ગણવાનો ઐતિહાસીક ચુકાદો આપ્યો ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે એકલા ગુજરાતમાં જ 1.06 લાખથી વધુ કિશોરીઓને 15 વર્ષની કાચી વયે જ પરણાવી દેવામાં આવી છે.

દેશની સુપ્રીમ કોર્ટે બુધવારે લેન્ડમાર્ક જજમેન્ટ આપતા 77 વર્ષ જૂનો કાયદો સુધારતા જણાવ્યું કે જો પત્નીની ઉંમર 18 વર્ષથી ઓછી હશે તો પુરૂષ અને સ્ત્રી વચ્ચેનું સેક્સ રેપ ગણાશે. આ માટે પતિને ઈન્ડિયન પીનલ કોડ અંતર્ગત 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ ઉપરાંત POCSO (પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્શુઅલ ઓફેન્સીસ એક્ટ) અંતર્ગત જન્મટીપ પણ થઈ શકે છે.

માત્ર ગુજરાતમાં જ 1.06 લાખથી વધુ છોકરીઓ એવી છે જેના 15 વર્ષે લગ્ન કરી દેવાયા છે. નાની વયે પરણાવી દેવામાં આવેલી છોકરીઓમાંથી 25 ટકા એવી છે જે 15 વર્ષ થતા પહેલા જ બે બાળકોની માતા બની ગઈ હતી.

આ વિગતો 2011ની વસ્તી ગણતરી દરમિયાન પ્રકાશમાં આવી છે. 2011માં ગુજરાતમાં 15 વર્ષથી નાની વયની 81.63 લાખ છોકરીઓ હતી જેમાંથી 1.06 લાખના તો લગ્ન થઈ ગયા હતા.

રિપોર્ટમાં જણાવાયું છે કે 27,247 છોકરીઓએ તો બે બાળકોને જન્મ પણ આપી દીધો હતો જ્યારે અન્ય 8665 કન્યાઓને એક બાળક હતુ. ગુજરાતમાં 15-19 વર્ષી વયમાં 3.97 લાખ છોકરીઓ પરિણીત હતી જેમાંથી 30,331 છોકરીઓને ત્રણથી વધુ બાળકો હતા.

10-14 વર્ષના વયજૂથમાં 811 છઓકરીઓ એવી પણ હતી જેણે છૂટાછેડા લઈ લીધા હોય જ્યારે અન્ય 1596 તેના પતિથી છૂટી પડી ગઈ હતી. રિપોર્ટમાં વધુમાં જણાવાયુ છે કે 4183 છોકરીઓ 14 વર્ષની વયે વિધવા બની જાય છે.

સ્ત્રી તથા બાળ કલ્યાણ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારોમાં જો મોટા ભાઈના લગ્ન થતા હોય તો પરિવાર નાની ઉંમરની છોકરી પર પણ એ જ પરિવારમાં લગ્ન કરી લેવાનું દબાણ કરે છે. આ પ્રચલિત પ્રથાને કારણે બાળવિવાહનું પ્રમાણ વધી ગયુ છે.

Post Comments