Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદમાં નારોલ વિસ્તારમાં 15 વર્ષની કિશોરીનો ચોટલો કપાયો

- ગુજરાતમાં એક જ દિવસમાં ચોટલાકાંડની સાત ઘટનાઓ

અમદાવાદ, તા. 12 ઓગસ્ટ 2017, શનિવાર

મહિલાઓની ચોટલીઓ કપાવવાની ઉપરાછાપરી બની રહેલી ઘટના રાજ્યમાં દહેશતનો માહોલ સર્જી રહી છે. ગઈ કાલે એક જ દિવસમાં ચોટલો કપાવવાની સાત ઘટના બન્યા બાદ આજે અમદાવાદમાં પહેલી વાર આવી ઘટના સર્જાતા પોલીસ માટે પણ આ કોયડો વધુને વધુ અઘરો બની રહ્યો છે.

અમદાવાદના નારોલ વિસ્તારમાં 15 વર્ષની છોકરીની ગઈ કાલે રાત્રે ચોટલી કપાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ અંગે પોલીસને પણ ફરિયાદ કરાઈ છે, અને પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ ઉપરાંત, દમણ અને સુરતમાં પણ ચોટલી કપાવવાની ઘટના આજે સામે આવી છે. અંકલેશ્વરમાં પણ સતત ત્રીજા દિવસે ચોટલી કપાવવની ત્રીજી ઘટના બની છે. ટીવી રિપોર્ટ્સ અનુસાર, અંકલેશ્વરમાં ભોગ બનનારી મહિલાએ દાવો કર્યો હતો કે તેણે એક ભયાનક વાંદરો દેખાયો હતો અને પછી તેની ચોટલી કપાઈ ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના નારોલ વિસ્તારમાં રહેતો એક પરપ્રાંતિય પરિવાર ગઈ કાલે રાત્રે ઘરના તમામ દરવાજા બંધ કરીને સૂતો હતો તે દરમિયાન રાત્રે સાડા બાર વાગ્યે 15 વર્ષની કિશોરી અચાનક ઉઠી ગઈ હતી, અને તેણે તેની મમ્મીને પણ ઉઠાડીને તેની ચોટલી કોઈ કાપી રહ્યું છે તેમ કહ્યું હતું. છોકરીની મમ્મીએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, છોકરી ખૂબ જ ડરી ગઈ હતી, અને જોર-જોરથી રડી રહી હતી. તેની ચોટલી પણ કપાયેલી હતી. જોકે, ઘરના તમામ દરવાજા અંદરથી બંધ હોવાથી ઘરમાં આ દરમિયાન કોઈ પ્રવેશ્યું હોય તેવી કોઈ શક્યતા નથી. છોકરીના પિતાએ જણાવ્યું હતું કે, છોકરી ખૂબ ડરેલી હતી. તે એવું બોલી રહી હતી કે ત્રણ દિવસ પછી હું મરી જઈશ.

મધરાત્રે આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળાં પણ એકઠા થઈ ગયા હતા, અને પોલીસ બોલાવવામાં આવી હતી. છોકરીએ મીડિયાને જણાવ્યું હતું કે, રાત્રે તે સૂઈ રહી હતી તે વખતે મને લાગ્યું કે કોઈ મારી ચોટલી કાપી રહ્યું છે, અને અચાનક મારી આંખ ખૂલી તો મેં જોયું કે મારી અડધી ચોટી કપાયેલી છે.

બીજી તરફ, દમણના કેવડી ફળિયામાં પણ એક મહિલાની ચોટલી કપાઈ છે. આ મહિલાના પતિ નાઈટ શિફ્ટમાં ગયા હતા અને તે ઘરે પોતાના બાળક સાથે એકલી હતી. રાત્રીના સમયે તેને લાગ્યું હતું કે, તેના ઘરની બારીમાંથી કોઈ અંદર ઘૂસ્યું છે. આ અંગે શંકા પડતા મહિલાએ બારી પાસે જઈ જોયું પણ હતું. તે ખૂબ જ ડરેલી હતી અને તે વખતે જ તેને લાગ્યું કે તેનો ચોટલો કપાઈ ગયો છે. તેણે પોતાનો અડધો કપાયેલો ચોટલો જોતા તેણે બૂમાબૂમ કરી હતી, જેનાથી પાડોશીઓ દોડી આવ્યા હતા, અને પોલીસને બોલાવવામાં આવી હતી.

ટેલિફોન ખાતાના કર્મચારીની પુત્રી બેભાન હાલતમાં મળી

રાજકોટ અને ધારીમાં યુવતી અને મહિલાની ચોટલી કપાવાના બે બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.  ધારીમાં ં ટેલિફોન ખાતાનાં કર્મચારીની પુત્રી શુક્રવારે સવારે પથારીમાં જ બેભાન હાલતમાં મળી હતી અને બાજુમાં કપાયેલી ચોટલી પણ પડી હતી. જ્યારે રાજકોટના ઓમનગરમાં ભરઉંઘમાં સુતેલી મહિલાની કોઈએ ચોટલી કાપી હોવાની ફરિયાદ સાથે મહિલા પોલીસ સ્ટેશને ધસી આવી હતી.

પોલીસ સુત્રોનાં જણાવ્યા પ્રમાણે, ધારીનાં વેકરીયાપરા ટેલિફોન એકસચેન્જમાં ફરજ બજાવતા અને ત્યાં જ સ્ટાફ કવાર્ટર્સમાં રહેતા બળવંતભાઇ પટેલની ૨૧ વર્ષીય પુત્રી મીનાક્ષી ગઇકાલે રાત્રે પોતાનાં રૃમમાં નિત્યક્રમ પ્રમાણે સુવા ગઇ હતી અને આજે સવારે તેણીની માતા ઉઠાડવા માટે જતાં બેભાન અવસ્થામાં મળી આવી હતી. પથારીમાં તેની કપાયેલી ચોટલી પણ પડી હતી. પરિણામે તુરંત જ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવીને યુવતીને ધારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયાં પ્રાથમિક સારવાર બાદ જૂનાગઢ રીફર કરી દેવામાં આવી હતી.
આ મામલે તપાસનીસ પી.એસ.આઇ. વી.ડી. વસૈયાએ જણાવ્યું કે, ધારીનાં ટેલિફોન એકસચેન્જ કવાર્ટરમાં યુવતીની ચોટલી કપાયા અને બેશુધ્ધ થઇ ગયાની ખબર પડતા ઘટનાસ્થળે જઇ પંચનામું કરવા સાથે ભોગ બનનાર યુવતીનાં માતા - પિતાનાં નિવેદન લેવામાં આવ્યા છે. ટેલિફોન કર્મચારી બળવંતભાઇ પટેલનો પરિવાર સ્ટાફ કવાર્ટરમાં રહે છે ત્યાં બારીઓમાં ગ્રીલ છે અને દરવાજેથી પણ કોઇ આવ્યાનું માની શકાય એમ નથી. વળી, ભોગ બનનારનાં પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવવાની ના પાડીને વધુ સારવાર માટે જૂનાગઢ જવાનું કહી ચાલ્યા ગયા હતા. બાદમાં મૂળ દાહોદ પંથકનાં વતની એવા આ પરિવારનો ફોન પણ બંધ હોવાથી ખાનગી રાહે તપાસ ચાલુ રખાઇ છે.
રાજકોટ તાલુકા પોલીસના સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં થોડા સમય પહેલા એક મહિલાની ચોટલી કોઇ કાપી ગયાની ફરિયાદ નોંધાઇ હતી. લાલ સાડીવાળી સ્ત્રી ઘરમાં ઘૂસી ચોટલી કાપી જતી હોવાની વહેતી થયેલી વાતો વચ્ચે આ મહિલાથી બચવા માટે ઘરની ડેલીએ લીંબુ બાંધવામાં આવી રહ્યા છે. ત્યારે જ આજે અહીંના ૪૦ ફૂટ રીંગ રોડ ઉપર ઓમનગર વિસ્તારમાં રહેતા ઇન્દુબેન ભરતસિંહ રેવર (ઉ.વ. ૫૫) નામની મહિલા ગઇકાલે તેમની બે દિકરીઓસાથે સુતા હતા. સવારે ઉઠયા ત્યારે તેમની ચોટલી કપાયાની જાણ થતા તુરંત જ આ મુદ્દે તાલુકા પોલીસ મથકે જઇ સમગ્ર ઘટના જણાવવામાં આવી હતી. તપાસનીશ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, મહિલાની ચોટલી કપાઇ છે. તે હકીકત છે પણ કોણ કાપી ગયું? તે તપાસનો વિષય તેથી આ અંગે ઇન્કવાયરી શરૃ કરવામાં આવી છે. રાજકોટમાં રાત્રિ દરમિયાન મહિલાની ચોટલી કાપી જવાના આ બનાવે ચકચાર જગાવી છે.ભિક્ષુક મહિલાએ પરિણીતાને બેભાન કરી માથાના વાળ કાપી લેતા ચકચાર

કીમ પૂર્વમાં પરપ્રાંતીય વસ્તી વિસ્તારમાં મુન્ના એજન્સીમાં રીંકુ શર્મા (મૂળ રહે. લચ્છીપુર, બનારસ, યુ.પી.) અને ૬ વર્ષની બાળકી સાથે રહે છે. રીંકુ શર્મા પોતાના ઘરની નજીક જ હેરકટીંગની દુકાન ચલાવે છે. શુક્રવારે બપોરના ૧૨.૩૦ વાગ્યાના સમયે પૂનમ શર્મા પોતાની ૬ વર્ષની બાળકી સાથે ઘરે હતી. તે સમયે અજાણી મહિલા ભીખ માંગવા આવી હતી. ભિક્ષુક મહિલાને પુનમ શર્માએ ચોખા આપતા તેણે લેવાની ના પાડી રોકડા પૈસાની માંગણી કરી હતી. પૂનમ પાંડેએ પૈસાની ના પાડતા ભિક્ષુક મહિલાએ જીદ પકડી હતી. પુનમ શર્મા ઘરમાં ચોખા મૂકી પરત બહાર આવતા ભિક્ષુક મહિલાએ કેમીકલ જેવા પ્રવાહીનો પૂનમ શર્મા પર સ્પ્રે (છંટકાવ) કરી દેતા પૂનમ શર્મા બેહોશ થઈ ગઈ હતી. ૬ વર્ષની બાળકી માતાને સૂતેલી જોઈ રડતી રડતી નજીક પિતાની દુકાન જઈ બોલાવી લાવી હતી. રીંકુ શર્મા પુત્રી સાથે ઘરે ગયા તો ત્યાં પત્ની પૂનમ બેહોશ અવસ્થામાં હતી અને માથાના વાળ કપાયેલા હતા. રીંકુએ પત્ની પૂનમના મોં પર પાણી છાંટતા તે ભાનમાં આવી હતી અને ભિક્ષુક મહિલાએ કરેલી વર્તણૂંકની આપવીતિ જણાવી હતી. પુનમ શર્માના માથના વાળ (ચોટી) કપાય ગઈ હોવાની જાણ થતા આસપાસના રહીશો સહિત લોકટોળા જોવા માટે મુન્ના એજન્સી વિસ્તારમાં ઉમટી પડયા હતા.

Post Comments