Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અર્થવ્યવસ્થાને બદલવા સાહસિક પગલાં લેવા આવશ્યકઃ અરૂણ જેટલી

- GST : ગેમચેન્જર ફોર ઇન્ડિયન ઇકોનોમી સેમિનાર યોજાયો

- દેશવાસીઓના પીઠબળથી જ નોટબંધીને સફળતા મળી

અમદાવાદ, તા. 11 જાન્યુઆરી 2017, બુધવાર

કેન્ટ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ આજે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017માં હાજરી આપતા જણાવ્યું હતું કે અર્થતંત્રને બદલવા માટે સાહસિક સુધારા કરવા આવશ્યક છે.

નોટબંધી વિશે જેટલીએ કહ્યું હતું કે વધારે પડતી ચલણી નોટોના અનેક દૂષણો છે. પ્રારંભિક અસરો બાદ નોટબંધીના પરિણામે વધારે સ્વચ્છ અને મોટો GDP નીપજશે. તેમણે કહ્યું હતું કે મોટા ભાગની સમસ્યાઓ દૂર થઇ ગઇ છે અને આગામી સપ્તાહોમાં બાકી રહેલાં મહત્ત્વ ના મુદ્દા પણ ઉકેલાઇ જશે.  જેટલીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના વિકાસને ગતિ આપનારા અને દિશા બદલનારા અનેક નિર્ણયો લેવાયા છે. તેમણે જણાવ્યું હતું કે ઘણા પડકારો આવ્યા પરંતુ દેશના લોકો તરફથી આ નિર્ણયોને પીઠબળ મળ્યુ એટલું જ નહીં, પારદર્શકતા ઇચ્છતા દેશવાસીઓ તરફથી પ્રેરણાદાયી પ્રતિભાવો મળ્યા અને એટલે આજે ભારતનું અર્થતંત્ર વૈશ્વિક ફલક પર ઉભરી આવ્યું છે.

8મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની કામગીરીની શરૂઆત સમગ્ર ભારતના આર્થિક વિકાસ માટે સૌથી મહત્વના એવા સેમિનાર – ગુડસ એન્ડ સર્વિસ ટેક્ષ GST : ગેમ ચેન્જર ફોર ધી ઇન્ડિયન ઇકોનોમી સાથે થઇ હતી. ગાંધીનગરમાં મહાત્મા મંદિરના કન્વેન્શન હોલમાં ઉપસ્થિત ભારતભરના ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને વાણિજ્ય સાથે સંકળાયેલા હજ્જારો લોકોને સંબોધતાં  નાણામંત્રી શ્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે, છેક 1996થી ડબલ ટેક્ષેશન ટ્રીટી વિMs ચર્ચા-વિચારણાઓ થયા કરે છે. પરંતુ નક્કર કામગીરી થતી નહોતી. આભાસી અર્થતંત્રનો વિકાસ ગંભીર બાબત છે, એને અટકાવવા સંસદમાં GST એમેન્ડમેન્ટ પાસ કરાવવામાં આવ્યું છે.

2003થી અત્યાર સુધીની બધી જ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સહભાગી થવાનું સદ્દભાગ્ય મળ્યા બદલ ધન્યતા વ્યકત કરતાં નાણા મંત્રી શ્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે, હવે આ ફોરમ એવું ઇકોનોમિક કન્કલેવ બન્યું છે જે ભારતના અર્થતંત્ર અને ગુજરાતના વિકાસ માટે અગત્યનું છે. તેમણે આ માટે ગુજરાત સરકારને અભિનંદન આપ્યા હતા.

Post Comments