Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાજપ આજે સાંજે કેટલાક ઉમેદવારોના નામો જાહેર કરશે

-વ્યૂહરચના મુજબ હાઈકમાન્ડ યાદી જાહેર કરશે

-ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં નામો નક્કી થશે

અમદાવાદ, તા.14 નવેમ્બર 2017,મંગળવાર

વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારોના ામો જાહેર થવા માટેનું કાઉન્ટડાઉન શરૃ  થયું છે. આવતીકાલે બુધવારે દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ગુજરાતની ચૂંટણી સમિતિ દ્વારા મોકલાયેલી પેનલમાંથી નામોની પસંદગી કરશે એવી શક્યતા છે. પ્રથમ તબક્કામાં ૮૯ પૈકીમાંથી મુખ્યમંત્રી વિજય રૃપાણી સહિતના કેટલાક નેતાઓ ક્યાંથી લડવાના છે તેના નામની જાહેરાત થઈ શકે છે.

મંગળવારે પણ ગાંધીનગરમાં અમિત શાહના અધ્યક્ષસ્થાન હેઠળ પ્રદેશ ચૂંટણી સમિતિની છેલ્લી બેઠક મળી હતી. આ સમિતિએ તમામ ૧૮૨ બેઠકો માટેની પેનલો તૈયાર કરી દીધી છે. જેમાં ૨૦થી ૨૫ જેટલી બેઠકો પર મતાર એક-એક જ નામ છે. તો બાકીની બેઠકો માટે બેથી ત્રણ નામો સૂચવાયા છે.

આ યાદી લઈને મુખ્યમંત્રી રૃપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મોદીના વિશ્વાસુ ગણાતા સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાણીયા અને પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી દિલ્હી જઈ રહ્યા છે. આવતીકાલે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે.

આ બેઠકમાં ગુજરાતમાંથી તૈયાર કરાયેલી પેનલોની સમીક્ષા કરાશે તેમજ બેઠકના અંત સુધીમાં તમામ ૧૮૨ બેઠકો પરનો નિર્ણય લેવાઈ જશે. જો કે, ભાજપ હાઈકમાન્ડ કેટલીકબેઠકો પર પોતાનો વીટો વાપરીને પેનલમાંથી એકપણને પસંદ ન કરે અને તેનાં બદલે કોઈ નવું નામ પસંદ કરી શકે છે. કેટલીક બેઠકોમાં આવુ બનશે.

ગુજરાતનાં નેતાઓ દ્વારા દિલ્હીમાં પ્રેઝન્ટેશન કરાયા બાદ કમિટીમાં લાંબી ચર્ચા-વિચારણા થયા બાદ જે-તે બેઠક માટેના ઉમેદવાર પર મંજૂરીની મહોર લાગશે. આવતીકાલે સાંજે કેટલાક નામો જાહેર થવાની શક્યતાઓ છે. જ્યારે ૧૬મી નવેમ્બરે પ્રથમ તબક્કાી ચૂંટણીના તમામ ૮૯ નામોની  યાદી જાહેર કરી દેવામાં આવે એવી શક્યતાઓ છે.

૧૬મીએ યાદી જાહેર કરાશે જ એવું ભાજપના એકપણ નેતા દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયું નથી. અહીંના નેતાઓનું કહેવું છે કે, વ્યૂહરચના મુજબ હાઈકમાન્ડ નામોની જાહેરાત કરશે. ખાસ કરીને કોંગ્રેસ કઈ બેઠક માટે કેવા ઉમેદવારને ઊભો રાખે છે તે જોવાનું ભાજપ માટે મહત્ત્વનું છે. એ જ રીતે કોંગ્રેસ પણ ભાજપની યાદીની રાહ જુવે છે.

જે બેમાંથી કોઈ એક પક્ષની યાદી પહેલા જાહેર થશે તો બીજા પક્ષ દ્વારા આ યાદી જોઈને પોતાના ઉમેદવારોની યાદીમાં પણ ફેરફાર કરાશે. આથી જ બન્ને પક્ષોએ દરેક બેઠકનાં વિકલ્પમાં બીજા ૨-૨ નામો તૈયાર જ રહ્યા છે.

Post Comments