Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Video: અમદાવાદમાં રિવરફ્ન્ટ ઉપર વેલેન્ટાઈન ડે મનાવી રહેલા યુગલો ઉપર બજરંગ દળ ત્રાટક્યુ

- દસ જેટલા બજરંગ દળના કાર્યકરોની પોલીસે કરી અટકાયત

અમદાવાદ, તા. 14 ફેબ્રુઆરી 2018, બુધવાર

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ઉપર વેલેન્ટાઈન્સ ડે મનાવી રહેલા પ્રેમ યુગલના રંગમાં ભંગ પડ્યો હતો. બજંરગ દળના કાર્યકરો લાકડી લઈને તેમની પાછળ પડ્યા હતા.આજે દુનિયાભરમાં પ્રેમીઓ વેલેન્ટાઈન્સ ડે મનાવી રહ્યાં છે, ત્યારે અમદાવાદમાં બજરંગ દળ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.

બજરંગ દળના કાર્યકરો રિવરફ્રંટ પર લાકડીઓ સાથે ધસી આવ્યા હતા. કેસરિયો ખેસ પહેરીને રિવરફ્રંટ પર દોડી આવેલા બજરંગ દળના કાર્યકરોએ દહેશતનો માહોલ ઉભો કર્યો હતો. અચાનક જ દોડી આવેલા બજરંગ દળના કાર્યકરોને જોઈને રિવરફ્રંટ પર આવેલા કપલ્સમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે રિવરફ્રંટ પર બેફામ બનેલા બજરંગ દળના દસ જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

બજરંગ દળે અમદાવાદની અનેક કોલેજોની દિવાલો પર વેલેન્ટાઈન્સ ડે પર લવ જેહાદથી સાવધાનના પોસ્ટર્સ પણ લગાવ્યા છે. બે વર્ષ પહેલા વેલેન્ટાઈન્સ ડે પર જ બજરંગ દળના કાર્યકર્તાઓએ પ્રેમીયુગલ પર ઈંડા ફેંક્યા હતા.

Post Comments