Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાકિસ્તાન જીતવાની સાથે જ શાહપુર, ખાનપુર સહિત કેટલાંક વિસ્તારમાં ફટાકડા ફૂટયા

-ભારત વિરોધી તત્ત્વોએ ખાનપુર ભાજપ કાર્યાલય પાસે દારૃખાનું ફોડી જશ્ન મનાવ્યો

અમદાવાદ,તા.18 જુન 2017, રવિવાર

ભારત-પાકિસ્તાનની મેચને લઇને અમદાવાદમાં સવારથી લોકોમાં મેચ પ્રત્યે ઉત્સાહ સાતમે આસમાને હતો. ભારતનો દાવ આવતાં અને વિકેટો પત્તાના મહેલની જેમ પડવાની શરૃ થતાં જ અમુક પાકિસ્તાન પ્રેમીઓમાં એક પ્રકારનું ઝનૂન વ્યાપી ગયું હતું અને શાહપુર, દરિયાપુર, સરખેજ તેમજ ખાનપુરમાં આવેલા ભાજપ કાર્યાલય પાસે  કેટલાંક ભારત વિરોધી તત્ત્વોએ ફટાકડા ફોડીને ભારત વિરોધની માનસિકતા અને પાકિસ્તાન તરફનો પ્રેમ દર્શાવ્યો હતો.

ભારત-પાકિસ્તાનની મેચ નિહાળવા અમદાવાદના ક્રિકેટ પ્રેમીઓ સવારથી આતુરતાથી રાહ જોતા હતા, બપોરે ૧૨ વાગ્યાથી અમદાવાદના તમામ રસ્તા સુમસામ થઇ ગયા હતા જેથી કરફ્યુ જેવો માહોલ છવાયો હતો. ભારતે ટોસ જીતીને પાકિસ્તાનને પ્રથમ બેટિંગ આપતાં શરૃઆતમા જ પાકિસ્તાને ધુઆધાર બેટિંગ કરતા અમદાવાદના કેટલાંક પાકિસ્તાન પ્રેમીઓ ગેલમાં આવી ગયા હતા. પાકિસ્તાનની ટીમના ખેલાડીઓ ચોગ્ગા કે છગ્ગો મારતા હતા ત્યારે શાહપુર, ખાનપુર, દરિયાપુર સહિતના વિસ્તારોમાં ચિચિયારીઓ -બુમો સંભળાતી હતી.


ત્યારબાદ ભારતની બેટિંગ શરૃ થતાં એક પછી એક ખેલાડીઓ આઉટ થતાં જ શાહપુર, ખાનપુર અને દરિયાપુર, સરખેજ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં કેટલાંક પાકિસ્તાન પ્રેમીઓ પોતાની ખુશી દબાવી ના શકતા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ફટાકડા ફોડીને ઉજવણી કરતા હતા.

Post Comments