Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પ્રથમ રાઉન્ડને અંતે મેડિકલ-ડેન્ટલમાં ૯૮૮ બેઠક ખાલી રહીઃ બીજો રાઉન્ડ ખોરવાય તેવી શક્યતા

-મોટી સંખ્યામાં બેઠકો ખાલી રહેતા બોગસ ડોમિસાઈલ સર્ટીની શંકા મજબૂત ડોમિસાઈલ અને ઓલ ઈન્ડિયા ક્વોટાના સ

અમદાવાદ,તા.12 જુલાઇ 2018,ગુરૃવાર

મડિકલ-ડેન્ટલમાં પ્રથમ રાઉન્ડ આજે પૂર્ણ થયો છે.પ્રથમ રાઉન્ડના અંતે ૯૮૮  બેઠકો ખાલી પડી છે.જેમાં મેડિકલની ૨૪૫ અને ડેન્ટલની ૭૪૩ બેઠકો છે. મેડિકલમાં તો સરકારી અને ખાનગી કોલેજોની મોટી સંખ્યામાં બેઠકો ખાલી રહેતા અને વિદ્યાર્થીઓએ ફી ન ભરી રીપોર્ટિંગ ન કરાવતા અને પ્રવેશ ન લેતા હવે બોગસ ડોમિસાઈલ સર્ટી નિકળ્યા હોવાની શંકા મજબૂત બની રહી છે.

રાજ્યમાં આવેલી સરકારી મેડિકલ તથા ડેન્ટલ કોલેજોમાં ૮૫ ટકા બેઠકો અને ખાનગી કોલેજોમાં ૭૫ ટકા બેઠકો સાથે ૪૭૦૦થી વધુ બેઠકોમાં પ્રવેશ માટેની પ્રવેશ સમિતિની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત પ્રથમ રાઉન્ડના સીટ એલોટમેન્ટમા તમામ બેઠકો પર પ્રવેશ ફાળવાયો હતો.આ વર્ષે ૨૫ હજારથી વધુના રજિસ્ટ્રેશન સામે મેરિટમાં ૨૦૭૫૫ વિદ્યાર્થી હતા.

આમ બેઠક કરતા વિદ્યાર્થી ચાર ગણા વધુ હોઈ પ્રવેશ માટે ભારે ધસારો હોવાથી પ્રથમ રાઉન્ડમાં સીટ એલોટમેન્ટમાં એક પણ બેઠક ખાલી રહી ન હતી.પરતુ એલોટમેન્ટ બાદ ફી ભરવાની અને રીપોર્ટિંગ કરવાની પ્રક્રિયામાં અનેક વિદ્યાર્થીઓએ ફી ન ભરી તેમજ રીપોર્ટિગ ન કરી પ્રવેશ કન્ફર્મ ન કરાવતા હાલ પ્રથમ રાઉન્ડને અંતે ૯૮૮ બેઠકો ખાલી રહી છે.

મહત્વનું છે કે સરકારી કોલેજોમાં ટોપ ગણાતી બી.જે.મેડિકલમાં ૧૨ તેમજ ભાવનગર અને રાજકોટ મેડિકલ કોલેજમાં ૧ -૧ અને બરોડા મેડિકલ કોલેજોમાં ૨ બેઠકો સાથે સરકારીની ૧૬ બેઠકો ખાલી રહી છે.જ્યારે ખાનગી કોલેજોમાં એનએચએલની ૧૨ તેમજ મોટા ભાગની જીએમઈઆરએસ મેડિકલ કોલેજોમાં બેઠકો ખાલી છે.


જ્યારે સૌથી વધુ પારૃલ મેડિકલ કોલેજમાં ૪૪ બેઠકો ખાલી છે.સરકારી કોલેજોમાં તો હાયર મેરિટના વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ક્વોટામાં પ્રવેશ લેતા બેઠકો ખાલી રહી છે પરંતુ ખાનગી કોલેજોમાં મેનેજમેન્ટ ક્વોટા ઉપરાંત જનરલ ક્વોટામાં બેઠકો ખાલી રહેતા બોગસ ડોમિસાઈલ સર્ટી મોટી સંખ્યામાં નીકળ્યા હોવાની શંકા મજબૂત બની રહી છે. પ્રથમ રાઉન્ડ બાદ હવે બીજા રાઉન્ડમાં વિક્ષેપ પડશે અને બીજો રાઉન્ડ વિલંબમાં મુકાય તેવી શક્યતા છે.

જો મોટી સંખ્યામા બોગસ ડોમિસાઈલ નીકળશે તો વાલીઓના વિરોધને પગલે પ્રથમ રાઉન્ડ કેન્સલ કરવો પડે તેમ હોઈ ઉપરાંત ઓલ ઈન્ડિયા ક્વોટાના બીજા રાઉન્ડના પરિણામ પર સ્ટે આવતા આજે પરિણામ જાહેર નથી થયુ જેથી હવે ઓલ ઈન્ડિયા ક્વોટાની ગુજરાતની સરકારી કોલેજોની ખાલી બેઠકો ૨૩મી સુધીમાં પરત ન આવે તેમ હોવાથી બીજો રાઉન્ડ ખોરવાશે.

Post Comments