Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૧૨ દિવસના અંતે કેતન પટેલના અંતિમ સંસ્કાર , પાટીદારો ઉમટયા

-છાતીમાં દુખાવો થતાં પિતા હોસ્પિટલમાં , ભાઇએ મુખાગ્નિ દીધો

-રાધાપુર રોડ પર પાટીદાર મહિલાએ ભાજપના છાજીયા લીધાં

અમદાવાદ ,તા.18 જુન 2017, રવિવાર

મહેસાણા ક્સ્ટોડિયલ ડેથ પ્રકરણમાં ૧૨ દિવસના અંતે આખરે કેતન પટેલનો મૃતદેહ સ્વિકારાયો હતો . મહેસાણા સિવિલથી સવારે દસેક વાગે શબયાત્રા નીકળી બલોલ પહોંચી હતી જયાં ગમગીનીપૂર્ણ માહોલમાં કેતન પટેલના અંતિમ સંસ્કાર કરાયા હતાં . અંતિમ વિધીમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટયા હતા .

સવારે મૃતદેહને પ્લાસ્ટિક કવરમાં પેક કરીને નીચા તાપમાને રેફ્રીઝરેટરમાં મૂકાયો હતો તે શણગારાયેલા ટ્રેકટરમા મૂકીને શબયાત્રા નીકળી હતી જેમાં પાટીદાર-પાસના નેતાઓ પણ સામેલ થયા હતાં . સિવિલથી નીકળેલી શબયાત્રા ગોપીનાળા થઇને રાધનપુર ચાર રસ્તા થઇને પાંચોટ બાયપાસથી બલોલ પહોંચી હતી. રસ્તા પર પાટીદારોના ટોળા ઉમટયા હતા . મૃતકના પિતા મહેન્દ્રભાઇને છાતીમાં દુખાવો થતા તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ કારણોસર શબયાત્રાને રાજભવન નહી લઇ જવાનો નિર્ણય લેવાયો હતો .
રાધાપુર રોડ પર એકત્ર થયેલી પાટીદાર મહિલાઓએ ભાજપના છાજીયા લીધા હતાં. સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આખાય રસ્તા પર પાટીદારોએ ઠેર ઠેર ફુલહારથી મૃતકને શ્રધ્ધાજંલિ પાઠવી હતી. સમશાનયાત્રા પાંચોટ બાયપાસ સર્કલ પાસે પહોંચી ત્યારે કેટલાક યુવાનોએ મહેસાણાથી પાલનપુર જતો રસ્તો બંધ કરી દીધો હતો જેના લીધે ટ્રાફિક ચક્કાજામ થયો હતો. બપોરે બલોલ ખાતે કેતન પટેલના ભાઇએ મુખાગ્નિ આપ્યો હતો અને લોકોની ભીની આંખો વચ્ચે અંતિમ સંસ્કાર થયા હતાં .

Post Comments