Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુજરાત ચૂંટણી પર આતંકીઓનો ડોળો, મોદી-શાહ-યોગી મુખ્ય ટાર્ગેટ

- કોસ્ટ ગાર્ડ સુરક્ષા માટે સજ્જ, હુમલા સામે રક્ષણ માટે ખાસ રણનીતી ઘડી

- આતંકવાદીઓ સમુદ્ર માર્ગેથી હુમલો કરે તેવી શક્યતા

નવી દિલ્હી, તા. 15 નવેમ્બર 2017, બુધવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. રાજકિય પક્ષોનો ચૂંટણી પ્રચાર જોર-શોરથી ચાલે છે. પરંતું ગુજરાતની આ ચૂંટણી પર આતંકવાદીઓની નજર હોવાની ગૃપ્તચર સુત્રો તરફથી જાણકારી મળી રહી છે. આ ચૂંટણી દરમિયાન પાકિસ્તાની આતંકવાદીઓ કોઇ મોટો હુમલો કરી શકે છે.

પાકિસ્તાની આતંકવાદીઓ સમુદ્ર માર્ગેથી આવીને હુમલો કરી શકે છે. આ આતંકીઓના મુખ્ય ટાર્ગેટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે.

માહિતીના પગલે કોસ્ટ ગાર્ડે આતંકી હુમલા સામે લડવા ખાસ રણનીતી બનાવી છે. કોસ્ટ ગાર્ડને પાકિસ્તાન સાથેની સમુદ્ર સીમા પર  દિવસરાત નજર રાખવા માટે  10 યુદ્ધતોપો તૈનાત કરી છે.ત્રણ થી ચાર હેલીકોપ્ટર હવાઇ નિરીક્ષણ કરી રહ્યાં છે. કોસ્ટ ગાર્ડના કમાન્ડો મરીન પોલીસ સાથે હાઇ-સ્પીડ બોટ પર સમુદ્રમાં નજર રાખવીનું કામ કરી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય સરહદ પર નજર રાખવા માટે કોસ્ટ ગાર્ડની બે મોટી શીપ તૈનાત છે.

ગૃપ્ત માહિતીઓ ભેગી કરવા માટે સબસિડરી મલ્ટી એજન્સી સેન્ટર સાથે કોસ્ટ ગાર્ડના અધિકારીઓ દરરોજ બેઠક કરી રહ્યાં છે. જેથી ગૃપ્ત જાણકારીઓને લઇને વ્યવસ્થિત સંકલન રહે. આ સંદર્ભે કોસ્ટ ગાર્ડ માછીમારોને આ હુમલા માટે સાવધાન પણ કરી રહ્યાં છે. જે માટે માછીમારોને ખાસ ટ્રેનિંગ તેમજ જાણકારી આપવામાં આવી રહી છે. કોસ્ટ ગાર્ડના અધિકારીઓ ચૂંટણી દરમિયાન સુરક્ષાને લઇને રાજ્ય સરકાર સાથે સતત સંપર્કમાં રહેશે.


વિધાનસભા ઇલેક્શનના તમામ સમાચાર માટે નીચેની લીંક પર ક્લીક કરો
http://bit.ly/assemblyelection2017


લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

Post Comments