Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

RTEની કલમ ૧૬ મુજબ ૮મા ધોરણ સુધીના એકપણ બાળકને કાઢી ન શકાય

- વાલીએ ફી અંગેની ડિબેટમાં ભાગ લીધો એટલે શાળાએ LC પકડાવી દીધું!

- DPSને SGVPએ વિદ્યાર્થીને LC પકડાવી દીધાં : ચાઈલ્ડરાઈટ પ્રોટેક્શન કમિશનમાં ફરિયાદ : શાળાએ સરકારી અધ

(પ્રતિનિધિ તરફથી)   અમદાવાદ,તા.13 જૂન 2018, બુધવાર

ફીને મુદ્દે વિરોધ કરનારા વાલીઓના સંતાનોને લિવિંગ સર્ટિફિકેટ આપીને ખાનગી શાળાના સંચાલકો રાઈટ ટુ એજ્યુકેશનની કલમ ૧૬નો ભંગ કરી રહ્યા છે. છથી ૧૪ વર્ષની વયના વિદ્યાર્થીઓને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ કરતાં આર.ટી.ઈ.એક્ટ ૨૦૦૯ ની કલમ ૧૬માં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે કે ૬થી ૧૪ વર્ષની વયના શાળાઓમાં ભણતા બાળકને કોઈપણ વર્ગમાં નાપાસ કરી શકાય નહિ તેમ જ તેનું પ્રાથમિક શિક્ષણ પૂરું ન થાય ત્યાં સુધી તેને શાળામાંથી દૂર કરી શકાય નહિ, એટલે કે લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી.) આપી શકાય જ નહિ. તેમ છતાંય ફી વધારાનો વિરોધ કરી રહેલા વાલીઓના બાળકોને એલ.સી. આપીને ખાનગી શાળાના સંચાલકો ખોફ ઊભો કરીને વિરોધીઓને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ખાનગી શાળાઓની ફીને મુદ્દે ટેલિવિઝન ડિબેટમાં ભાગ લેનાર પેરેન્ટ્સના ધોરણ છમાં ભણતા વિદ્યાર્થીને સ્વામિનારાયણ ગુરૃકુળ વિદ્યાલયના સંચાલકોએ રૃા. ૯૨૫૦૦ની ફી ભરાવ્યા પછી એલસી પકડાવી દેતા માતાપિતાએ ગુજરાત રાજ્ય ચાઈલ્ડ રાઈટ પ્રોટેક્શન કમિશનમાં ફરિયાદ કરતાં કમિશનના બે મહિલા અધિકારીઓએ શાળાના મૅનેજમેન્ટને મળવા ગયા હતા, પરંતુ તેમને પણ ત્રણ કલાક સુધી રાહ જોવડાવ્યા બાદ તેમની સાથે વાત કરવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો. તેથી બંને અધિકારીઓએ પ્રાઈમરી એજ્યુકેશનના જિલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક કરવો પડયો હતો.

આ હકીકત જ બતાવે છે કે ફી વધારાને મુદ્દે ચર્ચા કરવાના વાલીઓના અધિકાર પર પણ શાળા સંચાલકો તરાપ મારી રહ્યા છે. અમદાવાદની એસજીવીપી શાળાના વિદ્યાર્થીના વાલીએ ખાનગી શાળાઓની ફી વધારા અંગેની ડિબેટમાં ભાગ લીધો તેને પરિણામે તેના સંતાનને લિવિંગ સર્ટિફિકેટ પકડાવી દેવામાં આવ્યું હોવાનું વાલીઓનું કહેવું છે. વિદ્યાર્થીના વાલીએ ગઈકાલે પહેલા દિવસે તેમના બાળકને શાળામાં મોકલ્યુ તે પછી તેને વર્ગમાં પ્રવેશવા દેવામાં આવ્યું નહોતું. તેને શાળાના કોન્ફરન્સ રૃમમાં બેસાડી રાખવામાં આવ્યું હતું. આ અંગે માબાપને જાણ થતાં તેમણે બાળકને શાળામાંથી લઈ જવાની અને વર્ગમાં ન મોકલે ત્યાં સુધી ન ખસવાનો આગ્રહ રાખતા હોબાળો મચી ગયો હતો.

આ વિદ્યાર્થીની માતાએ સરકાર દ્વારા કાયદો ઘડીને નક્કી કરવામાં આવેલા ૧૫,૦૦૦, ૨૫,૦૦૦ અને ૨૭૦૦૦ના ફીના ધોરણો અંગે ટીવી ડિબેટમાં તેમના વિચારો વ્યક્ત કર્યા હતા. કોઈ પણ ચોક્કસ શાળાના નામનો કે પછી તેમના બાળકની શાળાના નામનો ક્યારેય ઉલ્લેખ જ કર્યો નહોતો. બીજું ગુજરાત સરકારના કાયદામાં કરવામાં આવેલી જોગવાઈ મુજબની ફી ભરવા આખું વરસ તેમણે શાળાના સંચાલકોનો વારંવાર સંપર્ક કર્યો છે. તેમના બાળકના રિઝલ્ટના બીજા દિવસે એટલે કે ૨૬મી એપ્રિલે તેમણે રૃા.૯૨,૫૦૦ની ફી પણ જમા કરાવી દીધી હતી. તેમ છતાંય ૨૭મી એપ્રિલે તેમને લિવિંગ સર્ટિફિકેટ આપી દેવાયું હતું. શાળાના સંચાલકોનું કહેવું છે કે તેઓ બીજા માતાપિતાને પણ સંચાલકો માગે તે મુબજ ફી ન ભરવા સમજાવતા હતા.

ેએલસી મળ્યા પછી વાલીએ શાળાના સંચાલકોનો સંપર્ક કરતાં તે વખતે તેમની પાસેથી લિવિંગ સર્ટિફિકેટ પાછું લઈ લેવામાં આવ્યું હતું. પરંતુ ઉઘડતી શાળાએ આજે તેમનું બાળક શાળામાં ગયું ત્યારે તેને વર્ગમાં બેસવા દેવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો. શાળાની હેલ્પલાઈન પર કે ટ્રસ્ટી બોર્ડના સભ્યોએ પણ વાલીને સાંભળવાનો કે તેને જવાબ આપવાનો ઇનકાર કરી દેતા હોબાળો મચી ગયો હતો.

શિક્ષણ વિભાગના અણઘડ અભિગમને કારણે ફી અંગેનો કાયદો ઘડાયો તે પછીય તેનો ઉકેલ લાવવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાથી વાલીઓ અને શાળાના સંચાલકો વચ્ચે ફીના મુદ્દે સંઘર્ષના કિસ્સાઓ વધી રહ્યા છે. ડીપીએસના એક વિદ્યાર્થીના વાલી પણ ફી વધારાનો વિરોધ કરતાં હોવથી તેમને લિવિંગ સર્ટિફિકેટ પકડાવી દેવાયું હતું.

આખા વર્ષની ફી ન ભરી હોવાથી LC અપાયું છે :SGVP
બાળકના માતાપિતાએ ૨૦૧૭-૧૮ના આખા વર્ષ દરમિયાન ફી ભરી નહોતી. છતાંય શાળા તરીકે અમે તેને શિક્ષણ આપવાની પરીક્ષા લેવાની અને પરિણામ આપવાની જવાબદારી નિભાવી હતી. વર્ષને અંતે સ્કૂલના મૅનેજમેન્ટે તેમને એલસી આપવાનો નિર્ણય કર્યો હતો. એલસી ૨૫મી એપ્રિલે તૈયાર કરવામાં આવ્યું હતું. તેમને ૨૭મીએ રજિસ્ટર્ડ એ.ડી.થી તે મળ્યુ હતું.

તેમણે રૃા.૯૨,૫૦૦ની ફીનો ચૅક ૨૬મી એપ્રિલે જમા કરાવ્યો હતો. અમારા ખાતામાં તે ચેકના નાણાં ૩૦મી એપ્રિલ જમા થયા હતા. ૨૮મીએ તેમણે વિનંતી કરી એલ.સી. વિડ્રો કરવા વિનંતી કરી હતી. અમારી પાસે વેકેન્સી નહોતી. તેથી અમે બીજે એડમિશન લઈ લેવા જણાવ્યું હતું. એસજીવીપીના મુખ્ય વહીવટ કર્તા હેમલ પંડયાનું કહેવું છે. જ્યારે વાલીઓનું કહેવું છે કે કેટલી ફી ભરવી તે અંગે અનિશ્ચિતતા હોવાથી તેમણે ફી ભરી નહોતી. કાયદા મુજબની ફી ભરવા તેઓ તૈયાર હતા.

Post Comments