Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્ટેન્ડિંગમાં પાંચ જ મિનિટમાં એક સાથે ૫૪૦ કરોડના કામો મંજુર

-આચારસંહિતાની બીકે કમિટી દોઢ કલાક વહેલી મળી

-અધિકારીએ ગોટાળાંવાળી ફાઇલો ઘુસાડી દીધી હશે તો પછીથી પગલાંની ચેરમેનની ચેતવણી

અમદાવાદ, તા.12 ઓકટોબર 2017,ગુરૃવાર

અમદાવાદ મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીની આજે મળેલી બેઠકમાં ચૂંટણીની આચારસંહિતાની બીકે એક સાથે રૃ. ૫૪૦ કરોડથી વધુ રકમના કામોને ધડાધડ મંજુરી આપી દેવાઇ હતી. એટલું જ નહીં ૪ વાગ્યે ટીવી પર ચૂંટણીની તારીખો જાહેર થશે તેવી હવા ઉભી થતાં જ ૪.૩૦ વાગ્યાનો સ્ટેન્ડિંગ કમિટીનો સમય અચાનક બદલીને ૩ વાગ્યાનો કરી કઢાયો હતો અને ૯૧ જેટલા કામોને પાંચ જ મિનિટમાં મંજુર કરી કમિટી પુરી કરી દેવાઇ હતી. એક પણ કામ ઉપર એક મિનિટની પણ ચર્ચા થઇ ના હતી.

ઉપરાંત આવા ઉતાવળીયા સંજોગો હોય ત્યારે અધિકારીઓ-એન્જિનિયરો સભ્યોને વિચારવાનો સમય ના મળે તે માટે ગોટાળીયા કામો ઘુસાડી દેતા હોય છે. કોન્ટ્રાકટર પાસેથી કમિશન આવી ગયું હોય તેવા કામો આચારસંહિતા પહેલાં પાસ કરાવી દેવા અધિકારીઓ પ્રયત્નશીલ હોય છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પોતે પણ આ બાબત જાણતા હોવાથી તેમણે કમિટીમાં સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, અત્યારે તો અમે ઝડપથી કામો પાસ કરી નાંખીએ છીએ પણ પાછળથી કોઇ ગેરરીતિ કે ગોટાળાં નજરે ચડશે તો તમારી સામે પગલાં લઇશું.

અત્રે ઉલ્લેખનીય છે કે, અધિકારીઓ અને એન્જિનિયરો કાગળ પર તો તેઓ ભીંસમાં ના મુકાય તેવી જ કામગીરી કરતાં હોય છે એટલે પકડાવાની બીક જ નથી હોતી અને પકડાય તો પણ મ્યુનિ. તંત્રમાં શિક્ષાત્મક પગલાં અનિવાર્ય સંજોગોમાં જ લેવાય છે, એટલે કોઇને કોઇનો ડર જ નથી રહ્યો.

આજની બેઠકમાં વિંઝોલ એસટીપી પ્લાન્ટના ૧૦૦ કરોડ, સરખેજ-જાસપુર પાણીની લાઇનોના ૮૭ કરોડ, નરોડા ઓઢવ ડ્રેનેજ લાઇનના ૧૨ કરોડ, ચિલોડા ડ્રેનેજ લાઇનના ૯ કરોડ વગેરે મળીને કેન્દ્રી અમૃત યોજના હેઠળના ૨૫૦ કરોડના કામો મંજુર કરાયા છે.

ઉપરાંત નજીકના ભવિષ્યમાં ડફનાળા ૨૫ એમએલડી એસટીપી પ્લાન્ટ ૨૭ કરોડનો બનાવવાનો છે, કોતરપુરમાં ૧૫૦ કરોડના ખર્ચે ૩૦૦ એમએલડી પાણીની ક્ષમતા વધારવાની છે તેમજ કોતરપુરથી ઓઢવ રીંગ રોડ સુધી પાણીનું નેટવર્ક ઉભુ કરવા પાછળ ૭૦ કરોડ ખર્ચાવાના છે. જે અંગે કાર્યવાહી હાથ પર છે.

બીજી તરફ દિવાળી આવતી હોવાથી દર વખત જેમ ઝીરો અવર્સમાં અધિકારી- એન્જિનિયરોને આકરા પ્રશ્નો પૂછવાના બદલે શુભેચ્છા પાઠવી બાજી પુરી કરી લેવાઇ હતી. જો કે દિવાળીના તહેવારોની રજાઓમાં કોઇ પ્રશ્ન ઉભો થાય તો નાગરિકો ફરિયાદ કરી શકે તે માટે મુખ્ય કચેરીએ કંટ્રોલ રૃમ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત ૬૦ જેટલા ધાર્મિક સ્થળો આગળ દિવાળી પૂર્વે સારી રીતે સફાઇ થાય અને પાણી છંટકાવ તે માટે પણ સૂચના આપવામાં આવી છે.

Post Comments