Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વેલેન્ટાઇન-ડે : જૂનાગઢ ઝૂમાં પૂરાયેલી પ્રેમિકા સિંહણોને મળવા બે સિંહના રોજ આંટાફેરા

- વેલેન્ટાઇન-ડે: 2017ની મેટિંગ સિઝનમાં સિંહ યુગલોના પ્રેમનો રસપ્રદ કિસ્સો

- સિંહ યુગલમાં પ્રેમીને નજીક બોલાવવા માટે કરાતી ગર્જનાને મેટિંગ કોલ તરીકે ઓળખવામાં આવે છે

અમદાવાદ, તા.14 ફેબ્રુઆરી 2018, બુધવાર

પ્રેમની અભિવ્યક્તિ માટે માત્ર માનવી જ નહીં પરંતુ પ્રાણીઓ પણ પરાકાષ્ઠાને પાર કરી જાય છે. જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં પાંજરે પૂરાયેલી સિંહણ પ્રેમિકાઓને મળવા માટે બે સિંહ ગત મેટિંગ સિઝન એટલે કે એપ્રિલ માસમાં આવતા હતા. આખી રાત ગર્જનાઓ કરી છેવટે આ સિંહો જંગલમાં પરત ફરતા હતા.

વેલેન્ટાઇન ડે અને પ્રેમની અભિવ્યક્તિ માત્ર માનવીઓમાં જ હોય છે તેવું નથી. પ્રાણીઓ પણ ક્યારેક પ્રેમ માટે સાહસ ઉઠાવવામાં માનવજાતને પાછળ રાખી દેતા હોય છે. ગીર અને આસપાસના ઘણાં વિસ્તારોમાં સિંહ વસતિમાં આવા ઘણાં ઉદાહરણો જોવા મળે છે.

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં કાજલ અને કરિશ્મા નામની બે સિંહણને રાખવામાં આવી છે. જંગલમાં રહેતા બે સિંહોએ આ સિંહણોને મળવા માટે ગત મેટિંગ સિઝન એટલે કે એપ્રિલ-૨૦૧૭ સુધી અથાગ પ્રયત્નો કર્યા હતા.

ગિરનારની તળેટી આસપાસ આવેલા ગિરનારના જંગલમાં લગભગ ૩૫થી ૩૬ સિંહ પરિવાર વસવાટ કરે છે. પહેલાં ગીરનું જંગલ અને ગિરનારનું જંગલ એક હતા પરંતુ અમુક જગ્યાએ માનવવસતિ વધતા બન્ને જંગલ હવે છૂટા પડયા છે.

કરિશ્મા અને કાજલ નામની સિંહણો હાલ પાંજરામાં છે. સિંહ જ્યારે માનવીનો શિકાર કરે ત્યારે તેને ઝૂમાં મોકલી દેવામાં આવે છે. જેથી તે માનવભક્ષી ન બને.સક્કરબાગ ઝૂની પાછળની દિવાલ પછી ગિરનારનું જંગલ શરૃ થાય છે. જંગલમાં રહેતા અકબર અને એન્થની ૨૦૧૭ની મેટિંગ સિઝન દરમિયાન રોજ સાંજે સક્કરબાગની દિવાલ સુધી પહોંચી જતા હતા.

ઝૂની વિશાળકાય દિવાલ ઓળંગી ન શકાતા આ સિંહો ગર્જના કરવા લાગતા હતા. અકબર અને એન્થની સાથે પહેલાં અમર નામનો સિંહ પણ હતો. અમરે એક મહિલાને ફાડી ખાધી હોવાથી તેને પણ હાલ સક્કરબાગ ઝૂમાં રાખવામાં આવ્યો છે.

પોતાના પ્રેમીઓને નજીક આવેલા જોઈ કરિશ્મા અને કાજલ પણ જોરથી ગર્જના કરતી હતી. સિંહયુગલોમાં પ્રેમીઓ માટે કરાતી ગર્જનાને મેટિંગ કોલ તરીકે ઓળખવામાં આવે છે.

આખી રાત આ બન્ને યુગલ એકબીજાને મેટિંગ કોલ આપતા રહેતા હતા પરંતુ પાંજરા અને ઝૂની દિવાલ બન્ને વચ્ચે અડચણ બની રહેતી હતી. વર્ષ ૧૯૯૧ના સમયગાળામાં ઝૂમાં પૂરાયેલી રૃપા અને રૃક્ષ્મણી નામની સિંહણને બે સિંહ મળવા આવતા હોવાની ઘટનાની ઝૂના ઘણાં કર્મચારીઓને જાણ છે.

વર્ષ ૧૯૯૦ વર્ષમાં પાંજરે પૂરાયેલી સિંહણ પ્રેમિકાને મળવા માટે એક સિંહ છલાંગ લગાવી ૧૨ ફૂટ ઊંચા પાંજરામાં પ્રવેશ્યો હતો. જો કે આ સિંહે માનવીનો શિકાર ન કર્યો હોવાથી તેને પાંજરામાંથી બહાર કાઢી જંગલામાં છોડી મૂકવામાં આવ્યો હતો. સિંહનું શરીર વજનદાર હોવાથી તે દીપડા કે ચિત્તાની જેમ મોટી છલાંબ નથી લગાવી શકતા પરંતુ આ કિસ્સો સક્કરબાગ ઝૂ અને સિંહના ઇતિહાસમાં એક અપવાદ તરીકે જોવાઇ રહ્યો છે

Post Comments