Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતીય ટીમના ફ્લોપ શોથી રોષે ભરાયેલા ચાહકોએ ટીવી તોડયા

-દશેરાએ જ ભારતીય ટીમનો ઘોડો દોડયો નહીં

-કોહલીની ટીમ પાકિસ્તાન સામે લડત આપ્યા વિના જ હારી જતાં ચાહકો લાલઘૂમ

અમદાવાદ, તા.18 જુન 2017, રવિવાર

પાકિસ્તાનને કચડીને ભારત આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજય મેળવશે તેવી ક્રિકેટપ્રેમીઓની આશા પર ઠંડુ પાણી ફરી વળ્યું છે. ભારતીય ટીમ લડત આપ્યા વિના જ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી હારતાં ક્રિકેટપ્રેમીઓ નિરાશ થયા હતા. ભારતની હારથી નારાજ થયેલા કેટલાક ક્રિકેટપ્રેમીઓએ ટેલિવિઝન સેટ તોડી પોતાનો રોષ દર્શાવ્યો હતો.  

અમદાવાદના ધરણીધર વિસ્તારમાં નારાજ થયેલા ક્રિકેટપ્રેમીઓ એકત્ર થયા હતા. તેમણે ભારતીય ટીમ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાના ત્રણ ટીવી તોડયા હતા. ચાહકોએ રોષ દર્શાવતા જણાવ્યું હતું કે ભારતીય ટીમ લડત આપ્યા વિના જ હારી ગઇ તેનો વધારે અફસોસ છે. છેલ્લા કેટલાક વર્ષથી પ્રભાવશાળી દેખાવ કરી રહેલી ભારતીય ટીમ ફાઇનલમાં સાવ આ રીતે ફસકી પડશે તેવી તો કલ્પના જ નહોતી. પાકિસ્તાને આપેલા ૩૩૯ના ટાર્ગેટ બાદ એમએસ ધોની આઉટ થયો તેની સાથે જ મોટાભાગના ક્રિકેટપ્રેમીઓ પોતાના ટીવી સેટ બંધ કરી દીધા હતા.
સટ્ટાબજારમાં પણ આજે ભારે ઉથલ-પાથલ જોવા મળી હતી. પાકિસ્તાનની ટીમ પર સટ્ટો લગાવનારાઓને બખ્ખાં થયા હતા. મેચ અગાઉ પાકિસ્તાનને ૬૦ પૈસા અને ભારતને ૪૮ પૈસા ભાવ આપવામાં આવી રહ્યો હતો. જોકે, પાકિસ્તાને સારી શરૃઆત કરી તેની સાથે જ ભારતના ભાવ ઘટવા લાગ્યા હતા.


જીએસટીના વિરુદ્ધમાં ભારત જાણીજોઇને હાર્યું!!!

ભારતીય ટીમનો પરાજય થતાં ચાહકોએ સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરી પોતાનો રોષ ઉતાર્યો હતો. સોશિયલ મીડિયામાં થયેલી કેટલીક ચુનંદા કોમેન્ટ આ મુજબ છે.
*    'ફાધર્સ ડે'ના પિતા તરફથી પુત્રને ટ્રોફીની ભેંટ.
*    તપાસ કરી લો, અનુષ્કા શર્માનું આતંકવાદીઓએ અપહરણ તો નથી કર્યું  ને?
*    જીએસટીના વિરોધના ભાગરૃપે ભારત જાણીજોઇને હાર્યું.
*    પાક. સામે ભારતની હોકી ટીમનો વિજય. આખરે રાષ્ટ્રીય રમત જ કામ આવી.
*    તમારી લાગણી કાબુમાં રાખજો. ટીવી ઘરનું છે તે ધ્યાન રાખજો.

Post Comments