Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કઠોળ અનાજ પાંચ ટકા GST લાદી સરકારે દાળ રોટલી પણ મોંઘા કરી દેતા નારાજગી

-ફૂડ એન્ડ સેફટી એક્ટ હેઠળ બ્રાન્ડેડ માલ જ વેચવાનું ફરજિયાત બનાવાયું છે

-અનાજના વેપારીઓ પણ ગુજરાતમાં વધી રહેલા વિરોધમાં જોડાયા

(પ્રતિનિધિ તરફથી)    અમદાવાદ,તા.18 જુન 2017, રવિવાર

કેન્દ્ર સરકારે રેવન્યુ જનરેશનને નામે દરેક બ્રાન્ડેડ કઠોળને અને અનાજ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાદી દેવાનો નિર્ણય કર્યો હોવાને પરિણામે ગિન્નાયેલા અનાજના વેપારીઓ પણ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સામેના વિરોધમાં જોડાયા છે. ટેક્સટાઇલ, હાર્ડવેર, ઈલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રિક્સ બજારની માફક તેઓ પર વિરોધમાં જોડાયા છે.

અનાજ અને કરિયાણાનો વેપાર કરતાં વેપારીઓનું કહેવું છે કે નરેન્દ્ર મોદીની સરકારે તો ગરીબોના દાળ અને રોટલીને પણ ટેક્સના ભારણથી મુક્ત ન રાખીને કઠોળ અને અનાજને મોંઘા કરી દેવાની નોબત લાવી દીધી છે. તેમનું કહેવું છે કે ભારતમાં કઠોળની જરૃરિયાતની તુલનાએ ઉત્પાદન માત્ર ૪૦ થી ૪૫ ટકા જ છે. બાકીના ૫૫ થી ૬૦ ટકા કઠોળની આયાત કરવામાં આવે છે. આયાતમાં જરા વહેલું મોડું થાય તો કઠોળના ભાવમાં ભડકો થઈ જાય છે. આ સ્થિતિમાં તેના પર ૫ ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાદીને તેને વધુ મોંઘા કરવાની નોબત ઊભી કરી છે.
તેમનું કહેવું છે કે વટાણા, ચણા, વાલ, ચોળા, રાજમા, મગ, મઠ, મસૂર, તુવેર સહિતના તમામ કઠોળ અને ચોખા, ઘઉં, જુવાર, બાજરી, જવ સહિતના બ્રાન્ડેડ અનાજો તથા રવા અને મેંદા જેવી તમામ વસ્તુઓ પર પાંચ ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લગાડી દેવામાં આવ્યો છે. પરિણામે રસોડામાં વપરાતી દરેક વસ્તુઓ મોંઘી થઈ જશે. તેમનું કહેવું છે કે ફૂડ એન્ડ સેફટી એક્ટ હેઠળ ખાદ્યસામગ્રીઓના સેમ્પલ લેવામાં આવે છે. છૂટક માલ વેચનારા વેપારીઓના સેમ્પલમાં કોઈ ગરબડ આવે તો તેની સંપૂર્ણ જવાબદારી વેપારીની આવે છે. તેથી તેઓ જે મિલ પાસેથી માલ લેતા હોય તેની ઓળખ આપતું નામ તેમની ગુણ પર લખેલું હોય છે. આ તમામ માલને હવે બ્રાન્ડને નામે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને પાત્ર ગણી લેવામાં આવશે. વેપારીઓ પણ ફૂડ એન્ડ સેફ્ટી એક્ટની જોગવાઈથી બચવા માટે આ પ્રકારના અનાજ અને કઠોળ જ ખરીદવાનું પસંદ કરે છે. તેમ કરે તો ફૂડ એન્ડ સેફટી એક્ટ હેઠળની તપાસમાં વેપારી જે તે મિલને પક્ષકાર બનાવીને પોતાની ચામડી બચાવી શકે છે.

સરકારે ભલે માત્ર બ્રાન્ડેડ અનાજ કઠોળની વાત કરી હોય, પરંતુ જીએસટીની વર્તમાન જોગવાઈને પરિણામે અનાજ અને કઠોળની દરેક વસ્તુ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને પાત્ર બની જશે. દરેક વેપારીઓની માફક અનાજ અને કઠોળના વેપારીઓને પણ મહિને ત્રણ રિટર્ન ફાઈલ કરવાની જફામાં પડવાની ઈચ્છા નથી. તેથી તેમણે આ મુદ્દે વિરોધ છેડયો છે.

Post Comments