Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સિદ્ધપુરના ધારેવાડા પાસે રેલવેના પાટા કાપી ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ

-પેટ્રોલિંગ મેનની સતર્કતાને કારણે મોટી જાનહાનિ ટળી

-આતંકી કૃત્ય હોવાની શંકા, ગાંધીધામ બાદ અઠવાડિયામાં જ પાટા કાપવાનો આ બીજો પ્રયાસ

અમદાવાદ, તા.13 ફેબ્રુઆરી 2018,મંગળવાર

પાટણ જિલ્લાના સિદ્ધપુર પાસેેે ધારેવાડા ખાતે આજે મંગળવારે વહેલી સવારે ચાર વાગ્યે રેલવે ટ્રેકના પાટા કાપીને ત્યાંથી પસાર થતી ટ્રેનને ઉથલાવી નાંખવાનો પ્રયાસ કરાયો હતો. જોકે પેટ્રોલીંગ પરના રેલ કર્મચારીના ધ્યાને આ સમગ્ર બાબત આવી જતા તેણે આ અંગે રેલવેના ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરીને રેલ વ્યવહાર થંભાવી દેવડાયો હતો.

તાત્કાલિક ધોરણે ટ્રેકની મરામત કરીને આ રૃટને ટ્રેનોની અવર-જવર માટે પૂનઃચાલુ કરાયો હતો. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. પાટણ અને રેલવે પોલીસે આ ઘટનાની સંયુક્ત તપાસ હાથ ધરી છે.

આ અંગે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના પીઆરઓ પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ આજે મંગળવારે સવારે ૪ વાગ્યે આ ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં રેલવે ટ્રેકના પેટ્રોલીંગ મેન ઇશ્વરભાઇ નરીયા પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે ધારેવાડા પાસે રેલવે ટ્રેક કોઇકે કાપી નાંખ્યો હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું. પેટ્રોલીંગ મેને સતર્કતા દાખવીને મોટી જાનહાની અટકાવી હતી. માટે રેલવેતંત્ર દ્વારા તેને પુરસ્કાર આપવાનો નિર્ણય લેવાયો છે.

તેઓના જણાવ્યા મુજબ આ મામલાની તપાસ રેલવે અને પાટણ પોલીસ કરી રહી છે. ટ્રેનોને ઉથલાવીને મોટી જાનહાની કરવાનું આ આતંકી કૃત્ય પણ હોઇ શકે છે તેવી પણ શક્યતા રહેલી છે. નોંધપાત્ર છેકે પાંચેક દિવસ પહેલા ગાંધીધામ પાસે પણ આવી જ રીતે રેલવે ટ્રેકના પાટા કાપીને તેમજ તેના પર ઝાડ કાપીને મૂકી દેવાયાની પણ ઘટના બની હતી. જેમાં પણ રેલવેતંત્રની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

આ ટ્રેક પરથી કઇ ટ્રેન પસાર થવાની હતી?

દિલ્હી-અમદાવાદ રાજધાની

દિલ્હી-અમદાવાદ આશ્રમ

આબુરોડ-અમદાવાદ ડેમુ

બાન્દ્રા-જયપુર સેવન ડાઉન

અમદાવાદ-હરીદ્વાર દિલ્હીમેલ

અમદાવાદ-જમ્મુ જમ્મુતવી

Post Comments