Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વેપારીઓમાં ભય ફેલાવીને જીએસટીની આવક વધારવાનો અધિકારીઓનો પ્રયાસ

-વેપારીઓએ જીએસટી કચેરીમાં જઈને આક્રમકતાથી તેમનો પક્ષ રજૂ કરતા અધિકારીઓને સીલ ખોલી દેવાની ફરજ પડી

અમદાવાદ, તા.12 જાન્યુઆરી 2018,શુક્રવાર

જીએસટી (વેટ)ના અધિકારીઓએ ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સના વેપારીઓ પર પાડેલા દરોડામાં અત્યાર સુધીમાં અધિકારીઓ કોઈ જ નક્કર ચોરી પકડી શક્યા નથી અને વેપારીઓના વિરોધને કારણે તેમને સીલ ખોલી દેવાની ફરજ પડી છે.

આ દરોડા પાડનારા અધિકારીઓના ઇન્ચાર્જ વી.વી. દવેનું કહેવું છે કે તેમણે વેપારીઓને સીલ ખોલી આપ્યા છે. તેમની પાસેથી બિલ અને તેમના ચોપડાઓ લઈ આવ્યા છે.

હવે પછી તેની ચકાસણી કરીશું. આજે વેપારીઓ પાસે કુલ કેટલો સ્ટોક છે તેની વિગતો એટલે કે સ્ટોક ટેકિંગની કામગીરી જ કરી છે. અત્યાર સુધીમાં આ કેસમાં કોઈ જ ચોરી ન પકડાઈ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. વેપારીઓની લાગણીને માન આપીને તેમના સીલ ખોલી આપ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

બીજી પા વેપારીઓના ઘરે તપાસ કરવા જવાને મુદ્દે વેપારીઆલમ તરફથી નોંધાવવામાં આવેલા વિરોધ અંગે પ્રતિભાવ આપતા દરોડા પાડનાર અધિકારીએ જણાવ્યું હતું કે વેપારીઓ તેમનું હિસાબી સાહિત્ય જ્યાં જ્યાં રાખતા હોય ત્યાં ત્યાં તપાસ કરવા જવાનો વેટ અધિકારીઓને અધિકાર છે. વેપારીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે જીએસટીના અધિકારીઓ સરકારને ઇશારે જીએસટીની આવક વધારવા માટે જ વેપારીઓની કનડગત કરી રહ્યા છે.

ગઈકાલે એસઆરપી અને પોલીસને હાજર રાખીને વેપારીઓ પર બીજી તરફ વેપારીઓ આક્ષેપ કરવા માંડયા છે કે એસઆરપીની અને પોલીસની મોટી ફોજ ખડકી દઈને સરકારી અધિકારીઓ વેપારીઓ પર ધાક બેસાડી દઈને તેમને ભયભીત કરી દઈને જીએસટીની આવક વધારવા માટેનો પ્રયાસ કરી રહી છે.

આ સાથે જ આજે વેપારીઓએ જીએસટી અધિકારીઓને મળીને તેમના પ્રશ્નોની રજૂઆત કરી હતી. વેપારીઓ અને જીએસટીના અધિકારીઓ વચ્ચે ગઈકાલે રકઝક ચાલતી હતી ત્યારે આસિસ્ટન્ટ કમિશનરની કક્ષાના એક પોલીસ અધિકારીએ વેપારીઓને તરત જ વિખેરાઈ જવા અથવા તો ધરપકડ માટે તૈયાર રહેવાની ચીમકી આપી હતી. વેપારીઓ તેથી જ વધુ ગિન્નાયા હતા.

જીએસટી અધિકારીઓને ઘરે તપાસ કરવા જવાનો અધિકાર છે ખરો?

દરોડા પાડનારા અધિકારીઓ પાસે આગોતરી માહિતી તથા પુરાવા હોય તો જ તેઓ વોરંટમાં ઘરે પણ તપાસ કરવા જવું તેવું અલગથી દર્શાવીને જ પછી તપાસ કરવા માટે ઘરે જઈ શકે છે. વેપારના સ્થળ તરીકે ઘરનું સરનામું આપ્યો હોય તો જ તેઓ ઘરે તપાસ કરવા જઈ શકે છે. અન્યથા તેઓ વેપારીને ઘરે તપાસ કરવા જઈ શકતા જ નથી.

Post Comments