Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

90 ટકા લોન ભરપાઈ થયા બાદ જ અમિત ભટનાગરના જામીન વિશે વિચારી શકાય: હાઈકોર્ટ

- રૂ.2654 કરોડના બેન્ક લોન કૌભાંડમાં ઉદ્યોગપતિ સામે કોર્ટ આકરા પાણીએ

- ભટનાગર પરિવાર તેની વાસ્તવિક મિલકત જાહેર નથી કરી રહ્યો: CBI

અમદાવાદ, તા.11  જુલાઈ 2018, બુધવાર

વડોદરાની ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માલિક અને રૃ.૨૬૫૪ના બેન્ક લોન કૌભાંડના આરોપી અમિત ભટનાગરની જામીન અરજી પરની સુનાવણીમાં આજે ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી હતી કે લોનની ૯૦ ટકા રકમની ભરપાઈ થાય ત્યારબાદ જ અમિત ભટનાગરે જામીન બાબતે વિચારવું જોઈએ. આ કેસની વધુ સુનાવણી ૧૮મી જુલાઈના રોજ રાખવામાં આવી છે.

સીબીઆઈ તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે ભટનાગર પરિવાર પાસે કેટલી સંપત્તિ છે તે બાબતે તેઓ હજુ પણ સ્પષ્ટ વિગતો આપી રહ્યા નથી. ઉપરાંત તેમના કૌભાંડની રકમ અને બેન્કના ઉચ્ચ અધિકારીઓની સંડોવણીને ધ્યાને રાખતા તેને જામીન ન આપવા જોઈએ.

અમિત ભટનાગર તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે લોનની કુલ રકમ કરતા તેમની સંપત્તિનું મૂલ્ય વધારે છે તેથી લોન જલદીથી ભરપાઈ કરવામાં આવશે.

હાઈકોર્ટે સીબીઆઈ અને અમિત ભટનાગરના વકીલને લોન રિકવરીના વિકલ્પો વિશે વિચારવાનો પણ નિર્દેશ કર્યો છે તેમજ ભટનાગર પરિવારની મિલકતની યાદી બનાવવાનો પણ નિર્દેશ કર્યો છે.

Post Comments