Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉનાળુ ડાંગરમાં વધુ વાવેતર, માંગ વધતા ઊંચા ભાવ મળવાથી ખેડૂતોમાં આનંદ

- ગત વર્ષે મણે ૨૬૦થી ૩૦૫ મળતા, ચાલુ વર્ષે ૨૭૦થી ૩૪૫નો ભાવ મળે છે

- સારી ગુણવત્તા, રાઇસ તેમજ મમરા-પૌઆની મિલોમાં ભારે માંગ રહેતા ડાંગરના ભાવ ઊંચકાયા

અમદાવાદ, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
અમદાવાદ જિલ્લામાં ગત વર્ષની તુલનામાં ચાલુ વર્ષે ડાંગરનું અઢી ગણું વધુ વાવેતર થવા પામ્યું છે.વધુ વાવેતરની સામે આ વર્ષે સારા ભાવ પણ મળી રહેતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી છે. ગત વર્ષે મણે ૨૬૦ થી ૩૦૫ સુધીના જ ભાવ મળતા હતા. જ્યારે ચાલુ વર્ષે વધુ વાવેતર છતાંય ખેડૂતોને મણે ૨૭૦ થી ૩૪૫ સુધીના ભાવ મળતા ખેડૂતોમાં ઉનાળું ડાંગરને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
 
જિલ્લામાં કુલ વાવેતર વિસ્તાર ૩.૯૫ લાખ હેક્ટરમાંથી ચાલુ વર્ષે ડાંગરનું વાવેતર ૨૭,૯૦૦ હેક્ટરમાં થવા પામ્યું હતું. જે ગત વર્ષે ૧૦,૩૩૫ હેક્ટરમાં જ થયુ હતું . હાલમાં વિવિધ માર્કેટયાર્ડોમાં ડાંગર ઠલવાઇ રહી છે. આ અંગે ખેડૂતોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ડાંગરના વધુ વાવેતરની સામે ભાવ વધુ મળી રહેતા તેઓમાં ભારે ઉત્સાહ છે.
 
ગત વર્ષે મશીનથી લીધેલી ડાંગરના મણે ૨૬૦ થી ૨૭૦ ભાવ મળતો હતો. જ્યારે મજૂરોથી ( ઝૂડેલી) ડાંગરના ભાવ મણે ૩૦૦ થી ૩૦૫નો ભાવ મળતો હતો. જ્યારે ચાલુ વર્ષે મશીનથી લીધેલી ડાંગરના મણે ૨૭૦ થી ૩૦૫ અને ઝૂડેલી ડાંગરના ૩૦૦ થી ૩૪૩નો ભાવ મળી રહ્યો છે.
 
બાવળા, જેતલપુર સહિતના વિવિધ યાર્ડોમાં હાલમાં ડાંગરની આવક વધી છે. જિલ્લામાં સૌથી વધુ ડાંગર ધોળકામાં ૧૦,૫૨૫ હેક્ટરમાં વાવેતર થયું હતું. ખેડૂતોના મતે ઘઉં કરતા હવે ખેડૂતો ડાંગરના વાવેતર તરફ વળ્યા છે. કેનાલનું પાણી ડાંગર માટે અનુકુળ આવતું હોવાથી વિઘે ૭૦ મણ સુધીનો ડાંગરનો પાક ઉતરતો હોય છે. જ્યારે ઘઉં વિઘે માત્ર ૨૦ મણ જ ઉતરતા હોય છે.
 
હાલમાં મમરા-પૌઆ માટે મીલોમાં ગુજરી ડાંગરની ભારે માંગ હોવાથી તેના સારા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. રાઇસ મીલોમાં પણ ડાંગરની પુષ્કળ માંગ છે.

Post Comments