Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડિગ્રી ઈજનેરીમાં એઆઈસીટીઈ દ્વારા કોમન મોડલ કોર્સ લાગુ કરશે:વિદ્યાર્થીને પાસ થવું સરળ

-દેશભરની યુનિવર્સિટીઓ માટે

-હવેથી વિદ્યાર્થીને પાસ થવા ૨૬૦ને બદલે ૧૬૦ ક્રેડિટની જરૃર

અમદાવાદ, તા.12 જાન્યુઆરી 2018,શુક્રવાર

હાલ દેશની વિવિધ ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ડિગ્રી ઈજનેરીના વિદ્યાર્થીઓ માટે જુદો જુદો અભ્યાસક્રમ ભણાવાય છે.ઉપરાંત દરેક યુનિ.માં પરીક્ષા પાસિંગ સીસ્ટમ પણ અલગ અલગ છે.

પરંતુ હવેથી દેશભરની યુનિ.ઓ માટે ડિગ્રી ઈજનેરી અને પીજી ઈજનેરીમાં એઆઈસીટીઈ દ્વારા કોમન મોડલ કોર્સ લાગુ કરાશે.જેના દ્વારા વિદ્યાર્થીને પાસ થવુ હવે સરળ બનશે.

એઆઈસીટીઈના વાઈસચેરમેન એમ.પી.પુનિયાના જણાવ્યા પ્રમાણે એઆઈસીટીઈ દ્વારા ડિગ્રી ઈજનેરીના વિદ્યાર્થીઓ માટે કોમન કરિક્યુલમ તૈયાર કરવામા આવ્યો છે અને જેને ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામા આવશે.હાલ ૨૪મી જાન્યુઆરીએ કેન્દ્ર સરકાર દ્વારા કોમન કરિક્યુલમને લોન્ચ કરવાની તૈયારી છે.

આ કોમન કરિક્યુલમ આગામી શૈક્ષણિક વર્ષથી લાગુ પણ પાડી દેવાય તેવી શક્યતા છે.આઈસીટીઈના ચેરમેને જણાવ્યુ હતું કે એઆઈસીટીઈ દ્વારા તૈયાર કરાયેલ કોમન કરિક્યુલમ એ મોડલ અભ્યાસક્રમ છે.જે દરેક યુનિ. માટે સંપૂર્ણપણે ફરજીયાત નથી.પરંતુ યુનિ.એ તેમાંથી ૮૦ ટકા જેટલો અભ્યાસક્રમ એડોપ્ટ કરવાનો રહેશે.

જ્યારે બાકીનો ૨૦ ટકા અભ્યાસક્રમ યુનિ.પોતાની રીતે નક્કી કરી શકશે.આ કોમન મોડલ અભ્યાસક્રમ એ રીતે તૈયાર કરાયો છે કે જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ દરમિયાન વધારાનો કોઈ બોજ ન પડે અને તે સરળતાથી બીઈ પાસ કરી શકે.

આ ઉપરાંત એઆઈસીટીઈ દ્વારા કેટલાક કોમન પાસિંગ સ્ટાન્ડર્ડ પણ તૈયાર કરાયા છે.જે મુજબ કોમન કરિક્યુલમમાં વિદ્યાર્થીને પાસ થવા ૨૬૦ને બદલે ૧૬૦ ક્રેડિટ ગુણ જની જરૃર રહેશે.આ કોમન કરિક્યુલમમાં વિદ્યાર્થીઓને અંગ્રેજી અને હિન્દી એમ બંને ભાષામાં કન્ટેન્ટ મળશે.

ટ્રેનિંગ લીધેલા પ્રોફેસર જ હવે ઈજનેરી કોલેજમાં ભણાવી શકશે

હાલ પ્રાઈવેટ કોલેજો દ્વારા આડેધડ શિખાઉ પ્રોફેસરોને ભરતી કરી દેવામા આવે છે ત્યારે એન્જિનિયરિંગમાં ક્વોલિટી એજ્યુકેશન લાવવા માટે કેન્દ્ર સરકારના એમએચઆરડી સાથે મળીને એઆઈસીટીઈ દ્વારા નેશનલ ટીચર્સ ટ્રેનિંગ પોલીસી લોન્ચ કરવા જઈ રહી છે.જે હેઠળ ટ્રેઈનિંગ લીધેલા પ્રોફેસર જ હવે સરકારી કે પ્રાઈવેટ કોલેજમાં ભણાવી શકશે.

એઆઈસીટીઈના વાઈસ ચેરમેન એમ.પી.પુનિયાએ જણાવ્યુ હતું કે આગામી ૨૪મી જાન્યુઆરીએ એમએચઆરડી દ્વારા દેશની ડિગ્રી ઈજનેરી કોલેજોમાં પ્રોફેસર માટેની એક ટીચર્સ ટ્રેનિંગ પોલીસી લોલન્ચ કરવામા આવનાર છે.

આ પોલીસી હેઠળ એઆઈસીટીઈ દ્વારા  એમઈ પાસ થયેલા ઉમેદવાર માટે ૮ ટ્રેઈનિંગ મોડયુઅલ તૈયાર કરાયા છે.જેમ હાલ બીએડમાં ભણાવવાની તાલીમ અપાય છે તે રીતે આ મોડયુઅલ પ્રોફેસરે ઈજનેરી કોલેજમાં કઈ રીતે ભણાવવુ તેની ટ્રેઈનિંગ અપાશે.

આઈસીટી,કોમ્યુનિકેશન,પેપર સેટિંગ, પેપર ચેકિંગ તથા ટીચિંગ સ્કિલ સહિતના વિવિધ ૮ મોડયુઅલ હશે અને જે ૬ મહિનામાં શિખવાના રહેશે.એઆઈસીટીઈ દ્વારા આ પોલીસી હેઠળ ૩૦-૩૦ પ્રોફેસરોને ટ્રેનિંગ અપાશે.

એક વર્ષની કુલ ટ્રેઇનિંગમાં ૬ મહિના માટે ટીચર્સ થીયરી ટ્રેનિગ રહેશે અને ત્યારબાદ ૬ મહિના માટે જે કોલેજમાં ભરતી થનાર છે તે કોલેજમાં સીનિયર પ્રોફેસર હેઠળ પ્રેકટિકલ ટ્રેનિંગ રહેશે.આમ એક વર્ષના પ્રોબેશન પીરિયડ બાદ જ તે લેક્ચરર તરીકે કાયમી થઈ શકશે.કોઈ પણ સરકારી કે પ્રાઈવેટ કોલેજ માટે હવેથી આ ટ્રેનિંગ લીધેલા પ્રોફેસર લેવા ફરજીયાત હશે.

Post Comments