Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદ-વારાણસીનું એરફેર ચાર ગણું વધીને રૃ. ૧૧ હજારે પહોંચ્યું

-મકરસંક્રાંતિએ ગંગા સ્નાન કરવાનું મહાત્મ્ય

-પોંગલના તહેવાર નિમિત્તે અમદાવાદ-ચેન્નાઇનું એરફેર પણ રૃ. ૧૦ હજારને પાર

અમદાવાદ, તા.12 જાન્યુઆરી 2018,શુક્રવાર

ફક્ત ઉલ્લાસ જ નહીં આસ્થાનું પર્વ મકરસંક્રાતિ ૧૪ જાન્યુઆરીએ રવિવારે ઉજવાશે. આ પર્વમાં ગંગાસ્નાનું પણ ખૂબ જ મહાત્મ્ય છે, જેના પગલે અમદાવાદ-વારાણસીના વન-વે એરફેરમાં ચાર ગણો વધારો થતાં તે રૃપિયા ૧૧ હજાર સુધી પહોંચી ગયું છે.

સામાન્ય દિવસોમાં અમદાવાદ-વારાણસીનું વન-વે એરફેર રૃ. ૩૫૦૦ની આસપાસ હોય છે. જેની સરખામણીએ શુક્રવારે રાત સુધીમાં આ એરફેર રૃ. ૧૦૮૦૦ સુધી પહોંચી ગયું છે. આમ, મકરસંક્રાતિ વખતે છેલ્લી ઘડીએ વારાણસીમાં ગંગાસ્નાનનું આયોજન થયું હોય તો ચાર ગણું એરફેર ચૂકવવું પડી શકે છે.

આ ઉપરાંત ૧૪ જાન્યુઆરીએ તામિલનાડુમાં પોંગલનું પર્વ ઉજવાય છે. જેના કારણે ૧૩ જાન્યુઆરી માટે અમદાવાદ-ચેન્નાઇનું એરફેર રૃ. ૮૭૦૦ થી રૃ. ૧૦૬૦૦ વચ્ચે છે. સામાન્ય દિવસોમાં આ એરફેર રૃ. ૩૫૦૦થી રૃ. ૪ હજાર હોય છે.

મકર સંક્રાતિએ પશ્ચિમ બંગાળમાં આવેલા ગંગાસાગરમાં સ્નાનનું મહત્વ છે. જેના કારણે ૧૩ જાન્યુઆરીએ અમદાવાદ-કોલકાતાનું એરફેર રૃ. ૯૫૦૦ સુધી પહોંચી ગયું છે. સામાન્ય દિવસોમાં આ એરફેર રૃ. ૩૭૦૦ની આસપાસ હોય છે.

અમદાવાદ-વારાણસી ફ્લાઇટ ત્રણ કલાક મોડી

ઉત્તર ભારતમાં ભારે ધુમ્મસથી અમદાવાદ-વારાણસી વચ્ચે અવર-જવર કરતી ફ્લાઇટ સાડા ત્રણ કલાક સુધી મોડી પડી છે. આ પૈકી અમદાવાદ-વારાણસી ફ્લાઇટ ૩ કલાક ૨૦ મિનિટ અને વારાણસી-અમદાવાદ ફ્લાઇટ ૩ કલાક ૧૦ મિનિટ મોડી પડતાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડયો હતો.

Post Comments