Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

US-કેનેડા-જાપાન સહિતના ૧૫ દેશના મહાનુભાવો સાથે CMની વન ટુ વન બેઠક

-લઘુ-મધ્યમ ઉદ્યોગો થકી રોજગારીનું સર્જન થશે

-સ્માર્ટ સિટી, સ્કીલ ડેવલપમેન્ટ, ઉત્પાદન ક્ષેત્રમાં રોકાણ માટે ગુજરાત શ્રેષ્ઠ હોવાની ચર્ચા થઇ

અમદાવાદ,તા.11 જાન્યુઆરી 2017, બુધવાર

વાઈબ્રન્ટ સમિટનાં બીજા દિવસે અમેરિકા, કેનેડા, જાપાન સહિતનાં ૧૫ દેશોનાં મહાનુભાવો સાથે મુખ્યમંત્રી વિજય રૃપાણીએ વન-ટુ-વન મેરેથોન બેઠકોનો દૌર ચલાવ્યો હતો. જેમાં CMએ ગુજરાતમાં ઊભરતા જતાં ક્ષેત્રોમાં રોકાણની વિશાળ તકોથી તેમને જાણકારી આપી હતી. ખૂબ જ સકારાત્મક માહોલમાં બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ કંપનીઓના CEO એ પણ ગુજરાતમાં પોતાનાં ઉદ્યોગોનું વિસ્તરણ કરવા અને નવું રોકાણ કરવાની તત્પરતા દર્શાવી હતી.

US કોન્સેલ જનરલની આગેવાની હેઠળ બિઝનેસ ડેલીગેશન સાથે CMની બેઠક થઇ હતી. જેમાં ૨૪ પ્રતિનિધિઓ સાથે તેમની બિઝનેસને સાનુકૂળ તકો અંગેની માહિતી અપાઇ હતી. ઉપરાંત તેને અનુરૃપ ગુજરાત સરકારની પોલિસી તથા ઈન્ફ્રાસ્ટ્રકચરની વિગતો પણ વરિષ્ઠ અધિકારીઓ દ્વારા અપાઇ હતી.

આ જ રીતે USIBC નાં પ્રતિનિધિ મંડળમાં ૩૬ ઔદ્યોગિક સમૂહનાં અધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ વન-ટુ-વન બેઠક યોજી હતી. કેન્દ્ર સરકારનાં મંત્રી અમરજીત સોહી તથા કેનેડાની કંપનીનાં અધિકારીઓએ મુખ્યમંત્રી સાથે રોકાણની તકો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી.

જાપાનના રાજદૂત કેન્ઝી હીરામાત્સુ તથા ૨૬ કંપનીનાં પ્રતિનિધિઓ સાથે પણ મુખ્યમંત્રીએ બેઠક કરી હતી. ગ્લોબલ CEO બેઠકમાં મુખ્યમંત્રીએ સ્કીલ ડેવલપમેન્ટ લઘુ અને મધ્યમ કક્ષાનાં ઔદ્યોગિક રોકાણો આકર્ષી વધુ રોજગારીનું સર્જન કરવાની સરકારની પ્રતિબધ્ધતા વ્યક્ત કરાઇ હતી.





 

Post Comments