Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આ નવા પ્રકારના એન્ટીબાયોટીક્સથી શરીરની રોગપ્રતિકારક શક્તિને નુકસાન નહીં થાય

-એન્ટીબાયોટીક્સની નવી જનરેશન કેવી હોવી જોઈએ?

-ભવિષ્યમાં એનવાયરમેન્ટ ફ્રેન્ડલી ડિગ્રેડેબલ એન્ટીબાયોટીક્સનો વપરાશ કરવો પડશે

અમદાવાદ,તા.11 જાન્યુઆરી 2017, બુધવાર

ગઈકાલે સાંજે ગુજરાત યુનિવર્સીટી કન્વેન્શન સેન્ટરમાં 'ટોવર્ડ્ઝ એ ન્યૂ જનરેશન ઓફ એન્ટીબાયોટીક્સ' વિષય ઉપર નોબેલ પ્રાઈઝ વિજેતા ડો.એડા યોનાથના લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું.

૨૦૦૯માં કેમેસ્ટ્રીમાં નોબેલ પ્રાઈઝ જીતનાર નોબેલ પ્રાઈઝ વિજેતા એડા યોનાથે ગઈકાલે ગુજરાત યુનિવર્સીટીના કન્વેન્શન સેન્ટરમાં વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. ૭૮ વર્ષે પણ પોતાનું કામ પોતાની જાતે જ કરવાનો આગ્રહ રાખતા એડા યોનાથે ભવિષ્યમાં કેવા પ્રકારની એન્ટીબાયોટીક્સ મેડિસીન્સ કેવા હશે અને તેમાં કેવા પ્રકારના સંશોધનોની આવશ્યકતા ઉભી થશે એ વિષે સમજ આપી હતી.

ઝેરનું મારણ ઝેરથી જ થાય તેવી પરંપરાને અનુસરતા એન્ટીબાયોટીક્સ રોગ પ્રસરાવનાર બેક્ટેરીયામાંથી બને છે. પરંતુ એક જ પ્રકારના એન્ટીબાયોટીક્સ સતત વપરાતા રહે તો રોગકારક બેક્ટેરીયા તેનો પ્રતિકાર કરવાનું બળ આપમેળે કેળવી લે છે. જેને લીધે ચોકક્સ સમય પછી એ એન્ટીબાયોટીક્સ અસરકારક રહેતા નથી. આથી ડો. એડા યોનાથે આધુનિક એન્ટીબાયોટીક્સને વન ફોર ઓલ બનાવવાની જરૃરિયાત પર ભાર મુકી તેનું સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ તે અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે,'બેક્ટેરીયા આપણા કરતા વધારે હોંશિયાર છે અને તેમને જીવતા રહેવું હોય છે. પ્રાણીઓ તેમજ પહાડો પર રહેતા લોકો જેમણે ક્યારેય એન્ટીબાયોટીક દવાઓ નથી લીધી તેમનામાં પણ એન્ટીબાયોટીક્સનો સામનો કરી શકે તેવા બેક્ટેરીયા જોવા મળ્યા હતા. આ બેક્ટેરીયા એન્ટીબાયોટીક્સનો સામનો કરવાનું બળ કેળવી લે છે તે આધુનિક દવાઓનો મોટો પ્રોબ્લેમ છે. આપણે ભવિષ્યમાં એનવાયરમેન્ટ ફ્રેન્ડલી ડિગ્રેડેબલ એન્ટીબાયોટીક્સ વિકસાવી તેનો વપરાશ કરવો પડશે. કારણ કે તેનાથી પ્રકૃત્તિની રક્ષાની સાથે આપણી રોગપ્રતિકારક શક્તિનું રક્ષણ પણ કરી શકાશે'
ડો. એડા યોનાથે પોતાનું ઉદાહરણ આપી મહિલાઓને પ્રોત્સાહન આપતા કહ્યું હતું કે,'મહિલાઓમાં એ શક્તિ હોય છે કે એ સારી સાયન્ટીસ્ટ, સારી ગૃહીણી અને સારી દાદીમા એમ ત્રણેય ભૂમિકા એક સાથે ભજવી શકે છે.'


 

Post Comments