Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહાશિવરાત્રિએ શ્રવણ નક્ષત્ર-મકરનો ચંદ્ર-પ્રદોષનો અનોખો યોગ

-૨૪ ફેબુ્રઆરીએ મહાશિવરાત્રિએ સર્જાતો યોગ અનેકગણું ફળ આપનારો બની રહેશે

અમદાવાદ,તા.16 ફેબ્રુઆરી 2017, ગુરૂવાર

મહાશિવરાત્રિના પર્વને આડે હવે બરાબર એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે. મહા વદ તેરસ-૨૪ ફેબુ્રઆરીના મહાશિવરાત્રિનું પર્વ ઉજવાશે. આ વખતે શ્રવણ નક્ષત્ર, મકરનો ચંદ્ર અને પ્રદોષનો ત્રિવેણી સંગમ સર્જાતાં શિવભક્તો માટે આ વખતે મહાશિવરાત્રિનું પર્વ અનેકગણું ફળ આપનારું બની રહેશે.

મોટાભાગે ચૌદસના દિવસે મહાશિવરાત્રિ પર્વ ઉજવાય છે. પરંતુ ૨૫ ફેબુ્રઆરી-શનિવારે ચૌદસ રાત્રે ૯ કલાક ૨૧ મિનિટે પૂર્ણ થાય છે જ્યારે રાત્રિના ચાર પ્રહરની પૂજામાં તિથિ પહોંચતી નહીં હોવાથી ત્રયોદશીને પ્રાધાન્ય આપવામાં આવેલું છે. રાત્રે ૨૪ કલાક ૨૮ મિનિટથી મધ્યરાત્રિના ૧ કલાકને ૧૬ મિનિટનો સમય નિશિથ કાળ માનવામાં આવે છે. જે અમૃતવેલામાં બીલીપત્ર, ભસ્મ, ઔષધો અને દૂધયુક્ત જળથી શિવની પૂજા કરવામાં આવે તો તમામ પ્રકારના સુખ-વૈભવ શિવભક્તો મેળવી શકે છે.
 

Post Comments