Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં સ્વીડનની વોલ્વો સહિતની ૯ કંપનીઓ જોડાઈ

-મેં ITI ની મુલાકાત લીધી અને અહીની તાલીમને જોઈ અમે સ્કીલ ટ્રેનિંગ યુવતીઓને આપીશુઃસ્વીડન મિનિસ્ટર

અમદાવાદ,તા.11 જાન્યુઆરી 2017, બુધવાર

ગુજરાત સરકારના સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં સ્વીડને સહકાર આપવા માટે રસ દાખવ્યો છે ત્યારે વાઈબ્રન્ટ સમિટ ૨૦૧૭ અંતર્ગત સ્વીડનની વોલ્વો સહિતની ૮ મલ્ટિનેશનલ કંપનીઓ સ્માર્ટ સીટી બનાવવા માટે જોડાઈ છે.

સ્વીડનના સ્કૂલ એન્ડ એડલ્ટ એજ્યુકેશન મિનિસ્ટર પણ વાઈબ્રન્ટ સમિટ ૨૦૭માં આવ્યા છે અને સ્વીડન પણ પાર્ટનર કંટ્રી તરીકે વાઈબ્રન્ટ સમિટમાં જોડાયુ છે.આજે કંટ્રી સેમિનારમાં સ્વીડન દ્વારા સ્માર્ટ મેન્યુફેકચરિંગ ેન્ડ સ્કીલ્સ ડેવલપમેન્ટ અંગેના સેમિનારને હોસ્ટ કરવામા આવ્યો હતો.

જેમાં ઉપસ્થિત સ્વીડન મિનિસ્ટર એન્ના એક્સ્ટ્રોમે જણાવ્યું હતું કે અમે ગુજરાત સરકાર સાથે સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં જોડાયા છે અને જેમાં ખાસ કરીને અમે યુવકો અને યુવતીઓને સ્કીલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ માટે સમાન તક આપીશુ અને જેઓ સ્માર્ટ સિટીમાં વધુ સહયોગી થઈ શકશે.આ ઉપરાંત સ્વીડનની એબીબી, એટલાસ, એરિકસન, સ્કેનિયા,એસકએફ, સેન્ડવિક અને વોલ્વો સહિતની ૯ કંપનીઓ જોડાઈ છે.મહત્વનુંછે કે સ્વીડન મિનિસ્ટર એન્નાએ ગાંધીનગર નજીકની આટીઆઈમાં પણ મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓને અપાતી ટ્રેનિંગ કેવી છે તે અંગે સમજણ મેળવી હતી.
 

Post Comments