Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૧૨.૭૪ લાખ શૌચાલયોમાંથી ૨૫૪ કરોડ રૃપિયાનું કમિશન લેવાયું

-વિધાનસભામાં કોંગ્રેસના સભ્યોની પસ્તાળ

-ઈ-ગ્રામ યોજનામાં માનીતી એજન્સીઓને લાભ કરાવવા ટેન્ડરની શરતોમાં પણ ફેરફાર કરાયો

અમદાવાદ,તા.20 માર્ચ 2017, સોમવાર

વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનાં ધારાસભ્યોએ ભાજપની સરકાર પર ભ્રષ્ટાચાર - કૌભાંડમાં જૂદા જૂદા આક્ષેપો કરી પસ્તાળ પાડી હતી. ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટેની ઉદાસીન નીતિને અભાવે ગામડાઓ ખાલી થઇ રહ્યા છે. એક શૌચાલય પાછળ કચેરીઓ ૨૦૦૦ રૃપિયા કમિશન પેટે લે છે. એક વર્ષમાં ૧૨.૭૪ લાખ શૌચાલયો બનાવાયા છે. આમ સરકારમાં એક વર્ષમાં જ રૃપિયા ૨૫૪ કરોડનું કમિશન લેવાયું છે.

કોંગ્રેસનાં અમિત ચાવડાએ બજેટની માગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતા ગૃહમાં જણાવ્યું હતું કે, ઈ-ગ્રામ, વિશ્વ ગ્રામ યોજનાની વાતો થઇ હતી. પરંતુ કેટલીક માનીતી એજન્સીઓને લાભ કરાવવા માટે, કોન્ટ્રાક્ટની - ટેન્ડરની જે શરતો હતી તેમાં ફેરફાર કરાયો છે. ટેન્ડરટૂંકી મુદતનું હોય એના બદલે ટેન્ડર પાંચ-પાંચ વર્ષનું કરાયું છે.

૨૦૧૨ની ચૂંટણીમાં કોંગ્રેસે ઘરનાં ઘર આપવાની વાત કરી હતી. તેનાથી ગભરાઇને ગુજરાતમાં સર્વે કરાવ્યો હતો. સરકારી ચોપડે ૫૦ લાખ કાચા ઝૂંપડા નોંધાયેલા છે. આજે પાંચ વર્ષ થયા છતાં ગામડાનાં લોકો 'ઘર'ની રાહ જોઇ રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાહેરાતો થઇ છે પણ એકપણ વ્યક્તિને આ યોજનાનો લાભ મળ્યો છે ખરો ?

ઘણા ગામોને ગ્રામ પંચાયતનો અલગ દરજ્જો આપ્યો છે. ગુજરાતમાં હજારો એવી પંચાયતો છે કે જેને આજે પણ રેવન્યુ વિલેજનો દરજ્જો મળ્યો નથી. ગ્રામ્ય વિસ્તારોમાં વસતિ વધી છે. પણ ગામતળ વધારાની નીતિમાં સુધારો કરાયો નથી.
જ્યારે ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસનાં અન્ય સભ્યોએ પણ જણાવ્યું હતું કે, એસ્સાર કંપની દ્વારા કંપનીની આજુબાજુના ગામોની ગૌચરની જમીનો પર ગેરકાયદેસર રીતે દબાણ કરે છે. ગૌચરની જમીનમાંથી માટી ઉખાડી ખાડા પાડી દેતાં પશુઓનાં ચારાનો નાશ થયો છે. ફરીયાદ છતાં પગલા લેવાતા નથી.

દેવભૂમિ-દ્વારકા જિલ્લામાં પણ સરકારે માત્ર કંપનીઓને જ પ્રાધન્ય આપ્યું છે. બિલ પાસ કરી ગૌચર સુધારણામાં ભ્રષ્ટાચારનું કામ ખૂબ સારી રીતે કરાયું છે. આ જિલ્લામાં ગૌચરનાં અનેક પ્રશ્નો છે. માત્ર ૧૦ ટકા કામગીરી ગૌચર માટે કરી હોત તો  આજે ગૌચરની આટલી ખરાબ સ્થિતિ ના હોત.

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલયો બનાવવામાં આવે છે. તેમાંથી ઘણા શૌચાલય તો વપરાશલાયક જ નથી. નબળા બનાવ્યા છે. ઘણાની હાલત ખરાબ છે. તેની આસપાસાં રોગચાળો ફેલાવાનો ભય છે.

Post Comments