Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદનું 'ઇસરો' ખેતરમાં લીલોતરીનું માપ કાળશે

-એનડીવીઆઈ સિસ્ટમ ગામડા સુધી લંબાવાશે

-પાક વીમો, જંગલની માપણી વગેરેમાં મદદરૃપ થશે

અમદાવાદ, તા.12 જાન્યુઆરી 2018,શુક્રવાર


ઈસરોના અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન સેન્ટર (સેક) દ્વારા ખેડૂત ઉપયોગી સિસ્ટમ વિકસાવાઈ છે. આ સિસ્ટમનું નામ 'નોર્મલાઈઝ ડિફરન્સ વેજિટેશન ઈન્ડેક્સ (એનડીવીઆઈ)' છે. સિસ્ટમનું કામ નામ પ્રમાણે વેજિટેશન એટલે કે વનસ્પતિ ઉગેલો હરિયાળો વિસ્તાર કેટલો છે, તેનું માપ કાઢવાનું છે. આ સિસ્ટમ ઈસરોના અર્થ ઓબ્ઝર્વેશન સેન્ટર અને અગાઉના ઉપગ્રહો દ્વારા મળેલા ડેટાનો ઉપયોગ કરી લીલોતરીમાં શું વધારો કે ઘટાડો થયો તેની નોંધ રાખશે.

કોઈ એક વિસ્તારમાં આજે મેદાન હોય અને આવતીકાલે ઘાસ કે વનસ્પતી ઉગી જાય તો આસપાસના લોકોને ખબર પડે. પરંતુ સમગ્ર વિસ્તારમાં, જિલ્લામાં, રાજ્યમાં કે દેશમાં લીલોતરીની શું સ્થિતિ છે, એ જાણવુ હોય તો ઉપગ્રહની મદદ લેવી પડે. એટલે જ સેક દ્વારા આ સિસ્ટમ વિકસાવાઈ છે. તેની વેબસાઈટ પર જે-તે વિસ્તારમાં વનસ્પતિવિસ્તાર અમુક સમયગાળા દરમિયાન કેટલો વધ્યો કે ઘટયો એ જાણી શકાય છે.

હરિયાણાના બધા જિલ્લાની આ સિસ્ટમ દ્વારા તપાસ થઈ શકે છે.૨૦૧૬માં જ હરિયાણા સરકારની મદદથી એ કામગીરી આરંભી દેવાઈ છે. ખેડૂતનો પાકવીમા જેવી મદદ આપવાની હોય ત્યારે આ સિસ્ટમ દ્વારા ખેતરમાં કેટલા ભાગમાં વાવેતર હતું, કેવું વાવેતર હતું, ક્યા સમય સુધી પાક ઉભો હતો, ગયા વર્ષે શું સ્થિતિ હતી.. વગેરીની સરખામણી સાથેની માહિતી એનડીવીઆઈ દ્વારા મેળવી શકાય છે.

ઈસરોના વિવિધ ઉપગ્રહો દ્વારા મળતી તસવીરો દ્વારા આમ તો ક્યા વિસ્તારમાં રણ છે, ક્યા વિસ્તારમાં જળ છે અને ક્યા વિસ્તારમાં વન છે એ જાણી જ શકાય છે. પરંતુ એ તસવીરો મોટે ભાગે દેશ કે દુનિયાના મોટા લેવલની હોય છે.

ઈસરોની આ સિસ્ટમ ગ્રામિણ તબક્કા સુધી પહોંચી છેે. એટલે તેનો ઉપયોગ માત્ર સરકારને બદલે આમ આદમી સુધી પહોંચી શક્યો છે. કોઈ ચોક્કસ ગામમાં ક્યારે કેટલી હરિયાળી હતી તે આ સિસ્ટમ દ્વારા માપી શકાય છે.

Post Comments