Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાધ્વી જયશ્રીગિરીએ એફઆઇઆર રદ્દ કરવા અરજી કરી

-પાલનપુરના મુક્તેશ્વર મઠના

-શાહીબાગ અને નિકોલમાં છેતરપિંડીની ફરિયાદો પોલીસ મથકમાં નોંધાઇ છે

અમદાવાદ,તા.16 ફેબ્રુઆરી 2017, ગુરૂવાર

પાલનપુરના મુક્તેશ્વર મઠના સાધ્વી જયશ્રીગિરી ગોસ્વામી પોતાની વિરૃધ્ધ અમદાવાદ શહેરના શાહીબાગ અને નિકોલ પોલીસ મથકમાં નોંધાયેલી છેતરપિંડીની એફઆઇઆર રદ્દ કરવા માટે હાઇકોર્ટમાં અરજી કરી છે.

અરજદાર જયશ્રીગિરીએ હાઇકોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે આ બન્ને ફરિયાદો ખોટી અને ઉપજાવી કાઢેલી છે તથા ઇરાદાપૂર્વક કરવામાં આવી હોઇ રદ્દ કરવી જોઇએ. આ બન્ને ફરિયાદોમાં જયશ્રીગિરી સામે છેતરપિંડી કરવાનો આક્ષેપ છે. એક કેસમાં જમીન ક્લીયર કરાવવા માટે એક કરોડની રકમ લઇ પરત નહીં કરી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાનો આક્ષેપ છે. જ્યારે બીજી ફરિયાદમાં કાર અને પચ્ચીસ લાખની રકમ પરત નહીં કરવાનો આક્ષેપ છે. આ બન્નેમાં તેમણે પોતાની સંભવિત ધરપકડ સામે આગોતરા જામીન માટે અરજી કરી હતી પરંતુ કોર્ટે તે અરજી ફગાવી દીધી હતી. હવે તેમણે આ ફરિયાદો રદ્દ કરવા માટે હાઇકોર્ટમાં અરજી કરી છે. જે અંગે હવે પછી સુનાવણી હાથ ધરાશે.







 

Post Comments