Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નલિયા દુષ્કર્મકાંડ થયાં તે રિસોર્ટના માલિકો કોણ...

-રાષ્ટ્રીય મહિલા આયોગ પિડિતાની મુલાકાત કેમ લીધી નહીં

-કોંગ્રેસનો આક્ષેપ, મોટા માથા બચાવવા પોલીસ રિસોર્ટના સીસીટીવી ફુટેજ,રજીસ્ટર કબજે કરતી નથી

અમદાવાદ ,તા.16 ફેબ્રુઆરી 2017, ગુરૂવાર

નલિયા સેક્સકાંડમાં ભાજપના મોટા માથાઓને બચાવવા રાજકારણીઓ જ નહીં, ખુદ પોલીસ પણ તપાસમાં ઢીલુ વલણ દાખવી રહી છે તેવો આક્ષેપ કરી કોંગ્રેસે એવો સવાલ ઉઠાવ્યો છેકે, નલિયા દુષ્કર્મ કાંડ થયો તે હોટલ- રિસોર્ટના માલિકો કોણ છે તે ગુજરાતની જનતા જાણવા માંગે છે. આ ઉપરાંત ગુજરાતની મુલાકાતે આવેલી રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમે પણ કેમ પિડિતાની મુલાકાત લીધી નથી તે વિશે પણ સમજાતુ નથી .

નલિયા દુષ્કર્મકાંડ હવે રાજ્યભરમાં ચોરેને ચોટે ચર્ચાનો વિષય બન્યો છે. કોંગ્રેસના પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ એવો આક્ષેપ કર્યો છેકે, એક તરફ, વેલેન્ટાઇન ડે મનાવવા પર વિરોધ વ્યક્ત કરી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો હોબાળો મચાવે છે. યુવકો સાથે મારપીટ કરે છે જયારે બીજી તરફ, નલિયા સેક્સકાંડનો મુખ્ય આરોપી શાંતિલાલ સોલંકી જ વિશ્વ હિન્દુ પરિષદનો પ્રમુખ છે તો વીએચપી કેમ ચૂપ છે. તેમણે એવો પણ સવાલ ઉઠાવ્યો છેકે, ભાજપના પ્રશિક્ષણ વર્ગ યોજાયો ત્યારે ગુજરાત ભાજપના પ્રમુખ કોણ હતાં , કચ્છના પ્રભારી મંત્રી કોણ હતાં તેનાથી ગુજરાતની જનતા અજાણ છે તે બહાર આવવુ જોઇએ.

નલિયા સેક્સરેકેટમાં જયાં પિડિતા જ નહીં, અન્ય યુવતીઓને લઇ જવાતી તે હોટલ-રિસોર્ટના માલિકો કોણ છે તે વાત જાહેર થવી જોઇએ તેવી માંગણી કરતાં તેમણે એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો કે, આ રિસોર્ટ-હોટલો સરહદે આવેલી હોવા છતાંયે આજદીન સુધી પોલીસે સીસીટીવી ફુટેજ કે રજીસ્ટર સુધ્ધાં કબજે લીધાં નથી. સીસીટીવી ફુટેજ અને રજીસ્ટર આધારે જ સેક્સકાંડની ઘણી પોલ ઉઘાડી પડી શકે છે.










 

Post Comments