Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોબાઈલની દુકાનનું શટર ઊંચુ કરી ૪૦ લાખના મોબાઈલ અને આઈપેડની ચોરી

-જજીસ બંગ્લોઝ નજીક વહેલી સવારે ૭થી ૮ ચોર ત્રાટક્યા

-સીસીટીવીમાં આરોપીઓ મોર્નિંગ વોક કરતા દેખાયા

અમદાવાદ,તા.16 ફેબ્રુઆરી 2017, ગુરૂવાર

જજીસ બંગ્લોઝ નજીક આવેલા ગોયલ ટ્રેડર્સમાં આવેલી એક મોબાઈલ શોપનું શટર ઊંચુ કરીને ૪૦ લાખની કિંમતના ૭ આઈ ફોન અને ૭૯ આઈપેડની ચોરીને પગલે ચકચાર મચી ગઈ છે. સીસીટીવીમાં ૭થી ૮ આરોપીઓ રોડ પર મોર્નિંગ વોક કરતા વોચ રાખતા નજરે પડે છે. જ્યારે એક શખ્સ અંદર ઘુસ્યો હતો. પોલીસને જાણ કરાતા ડોગ સ્ક્વોડ સાથે ઊચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.

જજીસ બંગ્લોઝ નજીક આવેલા ગોયલ ટ્રેડર્સમાં આવેલી આઈ પર્લ નામની મોબાઈલ શોપમાં આ બનાવ તા. ૧૬.૨.૧૦૭ નાં રોજ સવારે ૫થી ૬ વાગ્યા દરમિયાન બન્યો હતો. સાતથી આઠ શખ્સો દુકાને આવ્યા હતા. બાદમાં તેમણે દુકાનનું શટર જેક જેવા સાધનથી વચ્ચેથી ઊંચુ કરીને એક વ્યક્તિ ઘુસી શકે તેટલી જગ્યા કરી હતી. બાદમાં પાતળા બાંધાનો શખ્સ દરમાં ઊંદર ઘુસે એમ ઘુસી ગયો હતો. તેણે દુકાનના બેઝમેન્ટમાં જઈને ખાંખાખોળા કરીને ૭ આઈ ફોન અને ૭૯ આઈપેડ ચોરી લીધા હતા, એમ પોલીસે કહ્યું હતું.નવાઈની વાત એ છે કે તેણે એપલ કંપનીના ૧૦૦ લેપટોપ અને ૪૦ એપલ વોચને હાથ લગાવ્યો ન હતો.

બીજીતરફ તેના ચારથી પાંચ સાથીદારો દુકાનની બહાર મેઈન રોડ રોડ પર વોચ રાખતા નજરે પડે છે.
આરોપીઓએ દુકાનમાં ઘુસતા પહેલા દુકાનના કોર્નર પર લગાવેલા સીસીટીવીના વાયર કાપી નાંખ્યા હતા. જોકે તેઓ બાજુની દુકાનના કેમેરામાં આબાદ ઝડપાઈ ગયા હતા. તે સિવાય દુકાનમાં ચોરી કરવા ઘુસેલો બુઢિયા ટોપી પહેરેલો ચોર પણ અંદરના સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો, એમ પોલીસે કહ્યું હતું.

આઈ પર્લની બાજુમાં આવેલી આનંદ પાન સેન્ટરના વંશ બારોટના જણાવ્યા મુજબ રાત્રે ૨.૩૦ વાગ્યા સુધી અમારી શોપ ચાલુ હતી. કર્મચારીઓ પણ બહાર ઊંઘી ગયા હતા. તેમને પણ આ શખ્સો અંગે ખ્યાલ ન હતો.
સવારે ૯.૩૦ થી ૧૦ વાગ્યા દરમિયાન દુકાનવાળા આવતા તેમને ચોરીની જાણ થઈ હતી. જેને પગલે તેમણે પોલીસ કંટ્રોલને ફોન કર્યો હતો. બાદમાં વસ્ત્રાપુર પોલીસ, મહિલા એસીપી બી.જે.પંડયા તથા ક્રાઈમ બ્રાંચની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

દુકાનની બહાર  આરોપીઓની મોર્નિંગ વોકની નવી મોડસ ઓપરેન્ડી

આઈ પર્લ દુકાનમાં ચોરી કરવા જતા પહેલા આરોપીઓ કોઈને શંકા ન જાય તે માટે રોડ પર મોર્નિંગ વોક કરતા સીસીટીવીમાં સ્પષ્ટ નજરે પડે છે. થેલા સાથે હોવાછતા મોર્નિંગ વોક કરતા આ શખ્સોને જોઈને કોઈને જરાય શક ગયો ન હતો. બાદમાં તેમાંથી એક શખ્સ શટર ઊંચુ કરીને અંદર ઘુસ્યો હતો.

આ જ દુકાનની આનંદનગરની બ્રાંચમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો

આરોપીઓએ જજીસ બંગ્લોઝ નજીકની આઈ પર્લ દુકાનમાં ચોરી કરતા પહેલા તેની ઝાંસીની રાણીના પુતળા નજીકની બ્રાંચના તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તાળા ન તુટતા તેઓ વસ્ત્રાપુર આવ્યા હતા અને આઈ પર્લને નિશાન બનાવી હતી.

ડોગ સ્ક્વોડનો ડોગ પણ મોર્નિંગ વોક કરવા લાગ્યો

આઈ પર્લ દુકાનમાં ચોરી થતા પોલીસ ડોગ સ્કવોડ સાથે ઘટનાસ્થળે આવી હતી.ડોગ દુકાનનાં બેઝમેન્ટ બાદ રોડ પર આવી ગયો હતો. બાદમાં તે મોર્નિગ વોક કરતો હોય એમ રોડ પર આંટા મારવા લાગ્યો હતો. જેને પગલે આરોપીઓ કોઈ વ્હિકલમાં બેસીને રફુચક્કર થઈ ગયાનું પોલીસનું અનુમાન છે.









 

Post Comments