Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતમાં ૧૦૦ કરોડની વસતી સામે માત્ર ૧૩ લાખ જ POS ટર્મિનલ

-માસ્ટર કાર્ડના ડિરેકટરે જણાવ્યું ડિમોનેટાઈજેશન બાદ હાલ

-બે લાખ ATMનું ૪૫૦ બિલિયન ડોલરનું જ્યારે,૧૩ લાખ સ્વાઈપ મશિનનું માત્ર ૪૫ બિલિયન ડોલરનું ટ્રાન્ઝેકશન

અમદાવાદ,તા.11 જાન્યુઆરી 2017, બુધવાર

વાઈબ્રન્ટ સમિટમાં ઈન્ડિયા યુએસ બિઝનેસ ડેલિગેશન અંતર્ગત આવેલા માસ્ટર કાર્ડ કંપનીના ગ્લોબલ પબ્લિક પોલીસીના એક્ઝિક્યુટિવ ડિરેકટર રવિન્દ્ર અરોરાએએ જણાવ્યુ હતું કે ભારત સરકારનું ડિમોનેટાઈઝેશનનું પગલું ખૂબ જ અસરકારક છે અને જેનાથી હવે ભારતમાં વિદેશોની જેમ ડિઝિટલ ઈકોનોમી વધશે.જો કે ભારતમાં હાલ ૧૦૦ કરોડથી વધુની વસતી સામે માત્ર ૧૩ લાખ જ પીઓએસ ટર્મિનલ જ છે.

અમેરિકાની ફાઈનાન્સ ટેકનોલોજી કંપની માસ્ટર કાર્ડના એક્ઝિક્યુટિવ ડિરેકટરે વધુમાં જણાવ્યું કે ભારતમાં બે લાખ એટીએમની સંખ્યા છે જેમાં ૪૫૦ બિલિયન ડોલરનું વાર્ષિક ટ્રાન્ઝેકશન થાય છે.ભારતમાં લોકો મોટા ભાગે એટીએમમાંથી જ પૈસા ઉપાડીને વાપરે છે.પરંતુ તેની સામે હવે ડિઝિટલ પેમેન્ટનો વિકલ્પ ખૂબજ  સરળ છે.કાર્ડ દ્વારા પેમેન્ટથી ગ્રાહકોને ખૂબ જ ફાયદો થાય છે.જો કે હાલ ભારતમાં ૧૩ કરોડથીવધુની વસતી સામે માત્ર ૧૩ લાખ જ પીઓએસ ટર્મિનલ છે.

જેની સંખ્યા વધારવી પડશે અને દેશના ખુણે ખુણે અને ગામો સુધી કેશલેસ સીસ્ટમ પહોંચાડવા માટે પીઓએસ ટર્મિનલ ઉપરાંત હવે નવા વિકલ્પો શોધવા પડશે.જે માટે માસ્ટર કાર્ડ દ્વારા મોબાઈલથી જ પેમેન્ટ માટે ક્યુઆર કોડ ટેકનોલોજી લોન્ચ કરાઈ છે .અને જે ભારતમાં જ ડેવલપ કરાઈ છે.ભારતમાં ઈ ટ્રાન્ઝેકશન માટે લોકોને વધુને વધુ શિક્ષિત અને માહિતગાર કરવા પડશે જે માટે માસ્ટર કાર્ડ દ્વારા અત્યાર સુધીમાં ૨.૫ લાખ વેપારીઓને ટ્રેઈન કરાયા છે.જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા આગામી ૮ મહિનામાં ૧ કરોડથીવધુ વેપારીઓને કાર્ડ દ્વારા પેમેન્ટ અને ઈપેમેન્ટ અંગે ટ્રેઈન કરાશે.

ભારતમાં ૮૦ કરોડ ડેબિટ કાર્ડ પરંતુ માત્ર ૫ ટકા ઈટ્રાન્ઝેકશન

માસ્ટર  કાર્ડના એક્ઝિક્યુટિવ ડિરેકટરે વધુમાં જણાવ્યું કે ભારતમાં હાલ ૮૦ કરોડ ડેબિટ કાર્ડ છે .પરંતુ મોટા ભાગના ટ્રાન્ઝેકશન એટીએમ દ્વારા થાય છે.હાલ માત્ર ૫ ટકા લોકો જ ઈ ટ્રાન્ઝેકશન કરે છે.જે હવે વધારવુ પડશે.

 

Post Comments