Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદને વર્લ્ડ હેરિટજ સિટી જાહેર કરાયું ,પણ પ્રમોશનના નામે મિંડુ

-ઐતિહાસિક અમદાવાદની એડ ફિલ્મ ગુજરાત ટુરિઝમે અભરાઇએ ચડાવી

-પક્ષ- સરકારી યોજનાનું ભરપૂર માર્કેટિંગ , પણ વિશ્વએ અમદાવાદની નોંધ લીધી છતાંયે સરકારને કંઇ સુઝ્યુ નહ

અમદાવાદ ,તા.16 જુલાઇ 2017, રવિવાર

પક્ષ કે સરકારી યોજનાના માર્કેટિંગમાં ભાજપ ખૂબ જ માહિર છે. પણ વિશ્વકક્ષાએ ઐતિહાસિક શહેર અમદાવાદની નોંધ લેવામાં આવી . એટલું જ નહીં , યુનેસ્કોએ અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કર્યું .

અમદાવાદીઓ માટે જ નહીં,ગુજરાતીઓ માટે આ એક ગૌરવની વાત કહી શકાય . નવાઇની વાત એછેકે, એકાદ દિવસ શહેર રંગબેરંગી લાઇટોનો શણગાર કરીને સરકારે સંતોષ માણી લીધો પણ રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાય, પ્રવાસીઓ અમદાવાદ નગરી જોવા આકર્ષાય તે પ્રમાણે પ્રમોશન કરવાનું જાણે ભૂલાઇ જ ગયું .

વડાપ્રધાનનું ગુજરાત આગમન હોય , સરકારીની કોઇ ચૂંટણીલક્ષી જાહેરાત કે,કાર્યક્રમ હોય , અમદાવાદ જ નહીં , ગુજરાતભરના શહેરોમાં ઠેર ઠેર હોર્ડિંગ લાગી જાય છે. પણ ઐતિહાસિક શહેર અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છતાંયે સરકાર જ નહીં, ગુજરાત ટુરિઝમને પ્રમોશન કરવાનું સુઝ્યુ નહીં . આજે અમદાવાદમાં દેશવિદેશથી આવતા પ્રવાસીઓને શહેરની લટાર મારવી હોય, ઐતિહાસિક ઇમારતો જોવી હોય, ઇતિહાસ જાણવો હોય તો કોઇ ગાઇડની વ્યવસ્થા નથી. કોઇ ટુરિસ્ટ સેન્ટર નથી. ગુજરાત ટુરિઝમ પાસે પણ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદને પ્રમોટ કરવાનો કોઇ પ્લાન-પ્રોજેક્ટ નથી. મહાત્મા ગાધી શતાબ્દી ટ્રેનને ગયાને કેટલાંય દિવસો વિત્યા હજુયે ટુરિઝમે હોર્ડિગ ઉતાર્યા નથી .

કરોડો રૃપિયા ખર્ચીને ગુજરાત ટુરિઝમે અમદાવાદના સરખેજ રોઝા, ઝૂલતા મિનારા,અડાલજની વાવ સહિતના સ્થળો ઉપરાંત અમદાવાદી પોળ કલ્ચરને ૈઆવરીને ખુશ્બુ ગુજરાત કી એડ ફિલ્મ બનાવી હતી તે પણ અભિરાઇએ ચડાવી દેવાઇ છે. આ એડ ફિલ્મનો ઉપયોગ કરાય તો ભરપૂર પ્રમોશન થઇ શકે તેમ છે.વિશ્વકક્ષાની આ વિરાસત સમા અમદાવાદની આગવી ઓળખ ઉભી થાય તે માટે ગુજરાત ટુરિઝમ કે ભાજપ સરકારને પ્રમોશનમાં રસ નથી .

Post Comments