Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વસ્ત્રાલમાં હાર્દિક પટેલ સામે ભાજપના કોર્પોરેટરે ગુનો નોધાવ્યો

-પરેશ કોર્પોરેટરને બહાર કાઢો તેની ખેર નથી

-હાર્દિકના દોરી સંચારથી સાગરિતોએ ગાળો બોલી ધમકી આપીને ભાજપનો ઝંડો બાળી હોબાળો મચાવ્યો

અમદાવાદ,તા.20 માર્ચ 2017, સોમવાર

વસ્ત્રાલના ભાજપના કોર્પોરેટર પરેશ પટેલના કાર્યકરના ફેસબુક પર કોઇકે ગાળો લખી હતી. જેથી પોલીસે એક યુવકની અટકાયત કરી હતી. આ મુદ્દે રવિવારે મોડી રાત્રે હાર્દિક પટેલ અને સાગરિતો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પરેશ કોર્પોરેટરને બહાર કાઢો તેની ખેર નહી જેવી બુમો પાડીને કોર્પોરેટરના ઘર પાસે હોબાળો મચાવીને ધમકી આપીને ભાજપનો ઝંડો બાળ્યો હતો. આ બનાવ અંગે કોર્પેોરેટર પરેશ પટેલે રામોલ પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ સહિત ૬૦ લોકો સામે ફરિયાદ નોધાવતાં પોલીસે દસ વ્યક્તિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વસ્ત્રાલમાં માધવ સ્કૂલ પાસે આસ્થા બંગ્લોઝમાં રહેતા ભાજપના કોર્પોરેટર પરેશભાઇ પટેલે રામોલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે રવિવારે મોડી રાત્રે કોઇક વ્યક્તિએ તેમના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. તેઓએ મકાનની બારીમાંથી જોતા કમ્પાઉન્ડમાં પાસના કન્વીનરના સભ્યો ગીતાબહેન પટેલ, હિતેશ સરપંચ મહેશ દાઢી સહિત ૬૦ જેટલા લોકો બુમાબુમ કરતા હતા અને પરેશ કોર્પોરેટરને બહાર બહાર કાઢો આજે તેની ખેર નથી તેમ કહી બિભસ્ત ગાળો બોલતા હતા અને મારી નાંખવાની ધમકી આપતા હતા.

ત્યારબાદ તોફાનીઓએ પરેશભાઇ પટેલની નેમ પ્લેટ તોડી હતી અને ભાજપનો ઝંડો બાળી નાંખ્યો હતો. વોચમેન અને પડોશીના જણાવ્યા મુજબ ટોળામાં હાર્દિક પટેલ તેની ફોર્ચુનર કાર લઇને સોસાયટી બહાર ઉભો હતો અને પરેશ પટેલને બહાર લાવો તે લોકોને ખોટા કેસમાં જેલમાં પુરાવે છે તેમ કહીને ઉશ્કેરણી કરતો હતો. આ બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિત રામોલ પોલીસનો કાફલો આવી પહોચ્યો હતો. જો કે પોલીસ આવતાની સાથે હાર્દિક ભાગી ગયો હતો અને કેટલાક લોકો વાહનો મૂકીને નાસી છૂટયા હતા. રામોલ પોલીસે હાર્દિક સહિત ૬૦ લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધી દસ શખ્સોની ધરપકડ કરી હોવાનું રામોલ પીઆઈ, પરેશ સોલંકીએ જણાવ્યું હતુ.
પોલીસની પ્રાથમિક તપાસમાં પરેશ પટેલના કાર્યકર સાત્વીક પટેલના ફેસબુક પર કોઇકે ગાળો લખી હતી જે સંદર્ભે પરેશ પટેલે પોલીસમાં અરજી કરી હતી જેને લઇને રામોલ પોલીસે ટકો પાટીદાર ઉર્ફે કૃણાલ પટેલની અટકાયત કરી હતી જેના મુદ્દે હંગામો મચ્યો હોવાનું બહાર આવ્યું છે.
 

Post Comments