Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદ એરપોર્ટ પર હેન્ડ બેગેજ ટેગ પર ફ્રી સ્ટેમ્પીંગ સુવિધા ઘોંચમાં

-મહિના પહેલા કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીએ જાહેરાત કરી હતી

-સીઆઇએસએફ-એરપોર્ટ ઓથોરિટી વચ્ચે ટર્મિનલમાં લાગેલા કેમેરાના મુદે ગજગ્રાહ

અમદાવાદ,તા.20 માર્ચ 2017, સોમવાર

કેન્દ્રીય ઉડ્ડયનમંત્રાલયે અમદાવાદ સહિતના દેશના સાત એરપોર્ટ પ્રવાસીઓના હેન્ડ બેગેજ પર લગાવેલા ટેગ પર સ્ટેમ્પીંગમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરી હતી. પરંતુ અમદાવાદ એરપોર્ટ પર આ સુવિધા હજુૅં સુધી શરૃ કરાઇ નથી. જેનું કારણ એ છે કે સીઆઇએસએફ અને એરપોર્ટ ઓથોરિટી વચ્ચે ટર્મિનલમાં લાગેલા કેમેરાના મુદે ગજગ્રાહ ચાલી રહ્યો હોવાનું જાણવા મળ્યુ છે.

અમદાવાદ, મુંબઇ,દિલ્હી,કોચી, હૈદરાબાદ,બેંગ્લોર,કોલકાતા સહિતના સાત એરપોર્ટ પર ગત ૨૩  ફેબુ્રઆરીના રોજ  ઉડ્ડયનમંત્રાલયે પ્રવાસીઓના હેન્ડ બેગેજ પર લગાવેલા ટેગ પર સ્ટેમ્પીંગ નહી કરવાની સત્તાવાર જાહેરાત કરી હતી, પરંતુ અમદાવાદ એરપોર્ટ પર સીઆઇએસએફના ઉચ્ચ અધિકારીઓ આ સુવિધા શરૃ કરવા સહંમત થયા નથી.
આ જાહેરાત બાદ સીઆઇએસએફના જવાનોએ સુરક્ષાના કારણોસર ટર્મિનલનું ચેકીંગ હાથધર્યુ હતુ, જેમાં તેમને ટર્મિનલમાં કેટલીક ખામીઓ નજરે આવી હતી, ખાસ કરીને ટર્મિનલમાં અંતિમ સિક્યોરીટી ચેકઇન વખતે જ્યાં સીસીટીવી કેમેરા લાગેલા છે તેની પોઝિશન બરાબર નથી. એટલે કે જ્યાંથી આ કામગીરી થશે તેની પર કેમેરાનું ક્લીયર વિઝન આવવુ જોઇએ,જેથી પ્રવાસીઓ પર વૉચ રહે. જો કે ટેગ પર સ્ટેમ્પીંગમાંથી મુક્તિથી પ્રવાસીઓનો સમયની બચત થશે અને ઝડપી ક્લીયરન્સ મળી રહેશે. આ નિર્ણયથી સીઆઇએસએફની એક કામગીરી ઓછી થઇ જશે.












 

Post Comments