Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો વેતન વધારાના મુદ્દે એક થયા !

-બોર્ડમાં સામસામે ઝઘડતા રહેતા

-કેટલાંક કોર્પોરેટરોને બે નંબરની આવક એટલી હોય છે કે વેતન 'ચટણી' ગણાય

અમદાવાદ,તા.16 ફેબ્રુઆરી 2017, ગુરૂવાર

અમદાવાદ મ્યુનિ. બોર્ડની બજેટ બેઠકના આજે બીજા દિવસે સામસામે લડતા ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો તેમને મળતા માનદ વેતનમાં વધારો થવો જોઈએ તે મુદ્દે એક થઈ ગયા હતાં. ચર્ચા દરમ્યાન કોંગ્રેસ તરફથી માનદ વેતન અને ભથ્થામાં વધારો થવો જોઈએ તેવી રજૂઆત કરતાં જ ખુદ મેયર ગૌતમભાઈ શાહે તેમની વાતને ટેકો આપ્યો હતો.

આ બાબતે મેયરે જણાવ્યું હતું કે કોર્પોરેટરોની વેતન વધારાની માગણી  હું સરકાર સુધી પહોંચતી કરીશ અને તેનો અમલ થાય તે માટે આપણે સૌ સહિયારા પ્રયાસો કરીશું. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ બેથી ત્રણ વખત આ દિશામાં પ્રયાસો થઈ ચૂક્યા છે.  છેલ્લો પ્રયાસ તો હજુ છ મહિના પહેલાં જ થયો છે પરંતુ સરકારમાંથી લીલી ઝંડી નહીં મળતી હોવાનું કહેવાય છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર હાલ કોર્પોરેટરોે રૃ. ૪૦૦૦ વેતન તેમજ મીટીંગોના ભથ્થાં મળીને રૃ. ૫૫૦૦ જેટલી રકમ મળતી હોય છે. આ ઉપરાંત મોબાઈલ ફોન અને તેનું બિલ, ઈન્ટરનેટ કનેકશન સાથે લેપટોપ વગેરે સુવિધાઓ મળે છે. જ્યારે ઉપરના પાંચ હોદ્દેદારો ઉપરાંત ૧૨ જેટલી નાની કમિટીઓના ચેરમેનોને ડ્રાયવર સાથે કારની સુવિધા મળે છે. ઉપરાંત તેમના વિસ્તારમાં વાપરવા પાંચ લાખ જેટલું બજેટ મળે છે. જો કે કોર્પોરેટરની આ આવક તો માત્ર 'ચટણી' તરીકે ગણવામાં આવે છે. જેઓ ચાલક છે તેઓ તો ગેરકાયદે બાંધકામમાંથી લઈને અનેક બાબતોમાંથી સારી એવી કમાણી કરી લેતા હોય છે.  કેટલાંક સિનિયરો કોન્ટ્રાકટર સાથે ભાગીદારી કે લાયોઝન કરીને હપ્તા મેળવી લેતા હોય છે. કોટ વિસ્તારના કેટલાક કોર્પોરેટરો ગેરકાયદે સાઈટોમાં ભાગીદારી કરી લે છે કે પોતાની જ સાઈટ શરૃ કરી નાખે છે. કેટલાંકને એએમટીએસની બસો, સફાઈના કોન્ટ્રાકટ, મેલેરિયાની દવા છાંટવાના કોન્ટ્રાકટમાં ઊંડો રસ પડે છે.





 

Post Comments