Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા કોંગ્રેસના આગેવાનો સામે પગલાં

-ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને હરાવવા કામ કર્યું હતું

-બે પૂર્વ ધારાસભ્યો સહિત ૪૩ને નોટિસ શિસ્તભંગના પગલા લેવાશે:ત્રણના રાજીનામા સ્વીકાર્યા

અમદાવાદ,તા.14 ફેબ્રુઆરી 2018,બુધવાર

ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોને હરાવવા માટે ભૂમિકા ભજવનારા કોંગ્રસના ૪૬ નેતાઓ - આગેવાનો સામે કોંગ્રેસ હાઇકમાન્ડે કાર્યવાહી શરૃ કરી છે. જેમાં ૪૪ અગ્રણીઓને કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માગ્યો છે જ્યારે અન્ય ત્રણ નેતા પાસેથી રાજીનામા લઈ લેવાયા છે.

પક્ષમાં રહીને જ પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા બે પૂર્વ ધારાસભ્યો લુણાવાડાના હિરાભાઈ પટેલ અને ધાનેરાના જોઇતારામ પટેલ સહિત ૪૩ નેતાઓને નોટિસ અપાઈ છે. જેમાં લખ્યું છે કે, તમે લોકોએ પક્ષવિરોધી પ્રવૃત્તિઓ કરી છે માટે તમારી સામે શા માટે પગલા નહી લેવા ?!

ૂસૂત્રો જણાવે છે કે, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની સૂચનાના પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારાઓને શોધી કાઢી કાર્યવાહી શરૃ કરવામાં આવી છે. હવે જો તેઓનો જવાબ સંતોષકારક નહિ મળે તો પક્ષમાંથી પાંચ વર્ષ માટે હાંકી કઢાશે.

જ્યારે હાઇકમાન્ડની ઘણા આગેવાનો માટેની વ્યૂહરચના એવી છે કે, તેઓને પક્ષમાંથી કાઢી મૂકાશે નહ પણ પક્ષમાં જ રખાશે પરંતુ પાંચ વર્ષ સુધી એક પણ ચૂંટણી લડવા દેવાશે નહિ કે કોઈ હોદ્દો અપાશે નહિ એટલું જ નહિ પરંતુ જો કોઈ હોદ્દો ધરાવતા હશે તો તે પણ લઈ લેવાશે.

આગામી સમયમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા આગેવાનો પદાધિકારીઓની શોધખોળ ચાલુ રખાશે. આવા હજુ બીજા ૧૨૫થી ૧૫૦ જણાને કારણદર્શક નોટિસ ફટકારાશે

કયા ત્રણ નેતાના રાજીનામા લેવાયા ?

૧.  શ્રવણસિંહ વાઘેલા  ઃ કચ્છ

૨.  ધર્મેન્દ્રભાઈ ગોહિલ ઃ

૩.      હમીદભાઈ ભટ્ટી ઃ કચ્છ

કયા નેતાને નોટિસ અપાઈ ?

ક્રમ નામ           વિસ્તાર

૧.  રાજુભાઈ દેસાઈ    વિજાપુર

૨   રાજેન્દ્રસિંહ કુમ્પાવત        ઇડર

૩   સુરેશ ઠાકોર   ઇડર

૪   રામભાઈ સોલંકી    ઇડર

૫   વિશાલ સોલંકી અસારવા

૬   કૈલાસ પરમાર અસારવા

૭   ગણપત પરમાર    અસારવા

૮   પરિમલ સોલંકી    અસારવા

૯   વિરલ કટારીયા     બોટાદ

૧૦ બચુભાઈ ઝાલાવાડિયા      બોટાદ

૧૧ કાળુભાઈ પટેલ     થરાદ

૧૨ સુરેશ બથવાર રાજકોટ

૧૩ રમણ ભાંભોર  દાહોદ

૧૪ રણજિતસિંહ સોલંકી હિંમતનગર

૧૫ વિપુલ પટેલ   હિંમતનગર

૧૬ ગોપાલસિંહ રાઠોડ  હિંમતનગર

૧૭ દર્શનાબહેન જોશી  ભાવનગર

૧૮ ગીતાબહેન મેર ભાવનગર

૧૯ કિશોરસિંહ રાઠોડ   લુણાવાડા

૨૦ મણીબહેન ડામોર   સંતરામપુર

૨૧ અમરસંગ ભાંભોર  ફતેપુરા

૨૨ રામબાબુ શુક્લા    ગણદેવી

૨૩ ગોવિંદ પટેલ  ગણદેવી

૨૪ સિદ્ધાર્થ દેસાઈ  ગણદેવી

૨૫ નારણ પટેલ   નારણપુરા

૨૬ મુકેશ પટેલ    ડાંગ

૨૭ વી. વી. રબારી દહેગામ

૨૮ પી. એલ. ચાવડા   દહેગામ

૨૯ જગતસિંહ ચૌહાણ  દહેગામ

૩૦ રામાજી ઠાકોર ગાંધીનગર

૩૧ બિરેન્દ્ર કટારિયા    ભરૃચ

૩૨ બાવસિંહ ભાલીયા   મહુવા

૩૩ જયેશ શેઠ     મહુવા

૩૪ તૌફિકમિયા ઐમુલા જૂનાગઢ

૩૫ જિતેન્દ્ર પરમાર     ખેરાલુ

૩૬ ગોવિંદ સેનવા ખેરાલુ

૩૭ નીતિનકુમાર ચૌધરી        ખેરાલુ

૩૮ રુપાભાઈ પટેલ ખેરાલુ

૩૯ જોઇતાભાઈ પટેલ  ધાનેરા

૪૦ હિરાભાઈ પટેલ     લુણાવાડા

૪૧ બાલક્રિષ્ના જિરાલા વડગામ

૪૨ ભરત ખંભાળિયા    જૂનાગઢ

૪૩     અશોકસિંહ વિહોલ      વિજાપુર

Post Comments