Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદ જિલ્લાની વેજલપુર વિધાનસભા બેઠકનો ચિતાર

- ગત ચૂંટણી ભાજપ જીત્યુ હતુ

- 2008 બાદ અસ્તિત્વમાં આવેલી બેઠક

અમદાવાદ, તા. 15 નવેમ્બર 2017, બુધવાર

ગુજરાત વિધાનસભાની અમદાવાદ શહેરની વેજલપુર વિધાનસભા બેઠક નવા સીમાંકન બાદ સરખેજ બેઠક બાદથી અલગ થઈ છે. વેજલપુર વિધાનસભા બેઠકમાં વસ્ત્રાપુર, જોધપુર, વેજલપુર, મકરબા, સરખેજ- ઓક્ફ, મકરબા અને ગ્યાસપુર વિસ્તારનો સમાવેશ થાય છે. આમ જોવા જઈએ તો આ સેમી અર્બન બેઠક માનવામાં આવે છે.

આ બેઠક પર કુલ 3,00,778 મતદારો છે. જેમાં 1,55,095 પુરુષ મતદારો અને 1,45,687 મહિલા મતદારો છે. આ બેઠક પર કુલ 300 પોલીંગ બુથ આવેલા છે .

- વર્ષ 2012માં પહેલી ચૂંટી લડાઈ હતી જેમાં ભાજપાના નેતા કિશોર ચૌહાણ જીતી ગયા હતા.

વેજલપુર વિધાનસભા બેઠક પરના જાતીય સમીકરણ
સવર્ણ ૧૯.૭૯ ટકા,
ઓબીસી 22 ટકા
મુસ્લિમ 32 ટકા ,
દલિત 6  ટકા  ,
પટેલ  8 ટકા
અન્ય 11.70 ટકા

આ બેઠક પર ઓબીસી, સવર્ણ અને મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ જોવા મળે છે. ઉલ્લેખનીય છે આ બેઠક પરથી વર્ષ 2012માં વેજલપુર બેઠક પરથી શહેરના પૂર્વ મેયર અમિત શાહને ટીકીટ આપવામાં આવી હતી. જો કે તેમણે સ્વેચ્છાઆ ટીકીટ પરત કરી હતી. તે સમયે પણ આ બેઠક બ્રાહ્મણ ઉમેદવાર અને ભાજપના નેતા જયનારાયણ વ્યાસને આપવાની ચર્ચા થઈ હતી. જો કે આખરે મોવડી મંડળે આ ટીકીટ ઓબીસી ઉમેદવાર કિશોર ચૌહાણને આપી હતી. જે આ ચૂંટણી જીતી ગયા હતા.

પરંતુ આ વખતે ભાજપે આ બેઠક પરથી નવા ચહેરાને સ્થાન આપવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળ્યું છે. જેમાં હાલ ભાજપના પ્રદેશ મહામંત્રી અને યુવા નેતા અમિત ઠાકરનું નામ ચર્ચામાં મોખરે છે. જો આ બેઠક પરથી ભાજપ અમિત ઠાકરને ટીકીટ આપે તો યુવાન નેતા અને બ્રાહ્મણ સમુદાયને ટીકીટ ફાળવી હોવાનો શ્રેય લઈ શકે તેમ છે.


વિધાનસભા ઇલેક્શનના તમામ સમાચાર માટે નીચેની લીંક પર ક્લીક કરો
http://bit.ly/assemblyelection2017


લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

Post Comments