Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદ જિલ્લાની વટવા વિધાનસભા બેઠકનો ચિતાર

- જૂની દસક્રોઈ વિધાનસભા વિસ્તારમાંથી અલગ પાડવામાં આવી

- ગત ચૂંટણી ભાજપા જીત્યુ હતુ

અમદાવાદ, તા. 15 નવેમ્બર 2017, બુધવાર

વટવા બેઠક નવા સીમાંકન બાદ જૂની દસક્રોઈ વિધાનસભા વિસ્તારમાંથી અલગ પાડવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની અમદાવાદ શહેરની વટવા વિધાનસભા વિસ્તારમાં વટવા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની આસપાસનો શહેરી વિસ્તાર ઉપરાંત દસક્રોઈ તાલુકાના ઓઢવ, રામોલ, હાથીજણ, સીંગરવા, વિંઝોલ અને વસ્ત્રાલના ગ્રામીણ વિસ્તારનો પણ સમાવેશ થાય છે.

આ બેઠક પર કુલ 2,68,720 મતદારો છે. જેમાં 1,46,418 પુરુષ મતદારો છે. જયારે 1,22,301 મહિલા મતદારો છે. આ વિધાનસભા બેઠક પર કુલ 268 પોલીંગ બુથ છે.

અમદાવાદ શહેરની વટવા વિધાનસભા વિસ્તારના ચુંટણી પરિણામની વાત કરીએ તો આ બેઠક નવા સીમાંકન બાદ જૂની દસક્રોઈ વિધાનસભા વિસ્તારમાંથી અલગ પાડવામાં આવી છે.

આ બેઠક પર વર્ષ 2012માં પહેલીવાર જ ચૂંટણી યોજાઈ
- વર્ષ ૨૦૧૨માં યોજાયેલી વિધાનસભા ચુંટણીમાં ભાજપના ઉમેદવાર પ્રદિપસિંહ જાડેજાએ કોંગ્રેસના ઉમેદવાર અતુલ પટેલને 29.43 મતની સરસાઈથી હરાવીને બેઠક જીતી હતી.
- કોંગ્રેસના ઉમેદવાર અતુલ પટેલને 30.50 ટકા મત મળ્યા હતા
- ભાજપના ઉમેદવાર પ્રદિપસિંહ જાડેજાને 59.93 ટકા મત મળ્યા હતા.

વટવા વિધાનસભા વિસ્તારના જાતીય સમીકરણ
પાટીદાર 12.9 ટકા,
માલધારી 24.7 ટકા,
મુસ્લિમ 12.3 ટકા,
ક્ષત્રિય 6.5ટકા,
સવર્ણ 6.1 ટકા,
અન્ય 12.4 ટકા છે,

આમ, જોવા જઈએ આ બેઠક પર પાટીદાર અને માલધારી સમાજના મતદારોનું પ્રભુત્વ વધારે જોવા મળી રહ્યું છે.


વિધાનસભા ઇલેક્શનના તમામ સમાચાર માટે નીચેની લીંક પર ક્લીક કરો
http://bit.ly/assemblyelection2017


લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

Post Comments